________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૩
સ્વરૂપમાં પરિણમી શકાતું નથી, પણ અધ્યાત્મજ્ઞાનનું પરિણમન કરવાથી સુખદુઃખાદિથી આત્મા નિર્લેપ રહી શકે છે.
અધ્યાત્મજ્ઞાન સંપ્રાપ્ત થાય એવા સદ્દગુરૂની ઉપાસના કરીને અને અધ્યાત્મશાસ્ત્રાને અભ્યાસ કરીને અનેક ઉપસર્ગ પ્રાપ્ત થતાં આત્માના ઉપર શોકાદિની અસર ન પ્રાપ્ત થાય એવી રીતને અભ્યાસ સેવો જોઈએ. હજારો મનુષ્ય પોતાની અનેક પ્રકારની નિન્દા કરતા હોય તે શ્રવણે સંભળાતી હેય, અપમાન વગેરે દેખાતું હોય તે પણ આત્માના ઉપર જરા માત્ર અસર ન થાય એવી રીતે જ્યારે પિતાના આત્માને અનુભવ આવે ત્યારે સમજવું કે અધ્યાત્મપરિણતિએ પરિ. સુમવાનું થયું ખરું. અનેક પ્રકારની ઉપાધિ શીર્ષપર પડી હોય, મૃત્યુ વગેરે ભયે સામા ઉભા થએલા દેખાય અને અનેક પ્રકારના રોગવડે શરીર ઘેરાયેલું હોય તેવા વખતે આત્મા તટસ્થ સાક્ષીભૂત થઈને અશાતાદિ વેદે ત્યારે સમજવું કે અધ્યાત્મજ્ઞાનનું આત્મામાં પરિણમન થયું. શ્રી મહાવીર પ્રભુ છઘસ્થાવસ્થામાં અનાર્ય દેશમાં વિચર્યા હતા ત્યારે અનાર્ય કે તેમની મશ્કરી-હાંસી કરતા હતા, અનેક ખરાબ શબ્દો વડે ગાળે દેતા હતા. તેમના ઉપર ધૂળ ઉડાડતા હતા. તેમની અનેક ખરાબ શબ્દવડે હેલના-નિન્દા કરતા હતા. આવા પ્રસંગે મહાવીર પ્રભુએ અધ્યાત્મજ્ઞાનવડે સ્વાત્માને સર્વ દુઃખાદિને સાક્ષી તરીકે અનુભવીને અનેક શોક, અપમાન આદિથી અન્તમાં નિર્લેપ રહીને કિલષ્ટકર્મની નિર્જરા કરી હતી. જ્ઞાનિમુનિવરે જ્યાં ક્લિષ્ટ કર્મની નિર્જરા થાય ત્યાં હર્ષ-શેકથી વિમુક્ત-નિઃસંગ થઈને વિચરે છે. અધ્યાત્મજ્ઞાનને ઉપદેશ વા અધ્યાત્મજ્ઞાનના પુસ્તક લખવાં સહેલ છે પરંતુ ભાવાધ્યાત્મવડે આત્મસ્વભાવમાં રહીને હર્ષ-શેકાદિઠંદ્રથી નિર્લેપ રહેવું એ ઘણું કઠિન છે. અધ્યાત્મજ્ઞાની મુનિવરે આવી દશા સંપ્રાપ્ત કરવા કીર્તિ-અપકીર્તિ, માન અને અપમાન વગેરેના સંગોમાં હાથે કરીને ખાસ આવે છે અને તેવા કંઢેમાં પિતાને આત્મા અલિપ્ત રહે એ ખાસ અભ્યાસ સેવે છે. અધ્યાત્મજ્ઞાનનું પરિપકવ પરિણમન કરવાને તેઓ કીર્તિ અને અપકીર્તિ વગેરેના સંગમાં આવીને પિતાના આત્માની પરીક્ષા કરે છે “ન મળે બા બ્રહ્મચારી ” “ન
For Private And Personal Use Only