________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરસ્પર બલનું સંઘર્ષણ થઈ આત્મવીર્યને દુરૂપયોગ થઈ શકતે નથી. એ બાબતમાં અધ્યાત્મજ્ઞાનદષ્ટિ અને આધ્યાત્મિક ભાવનાની પરિપૂર્ણ ઉપયોગિતા અનુભવગય થયા વિના રહી શકતી નથી. અતએવ અધ્યાત્મજ્ઞાન અને અધ્યાત્મભાવનાનું પ્રાકટય થાય એવા વ્યષિપર અને સમષ્ટિપરત્વે સર્વ મનુષ્યોએ સદા સર્વથા અનેક ઉપાયે લેવા જોઈએ અને આધ્યાત્મિકજ્ઞાન અને આધ્યાત્મિક ભાવના પૂર્વક સર્વ કાર્યપ્રવૃત્તિ કરવી કે જેથી અશુભ કેધ, માન, માયા અને લેભાદિ દોષથી દૂર રહી શકાય અને કાર્યપ્રવૃત્તિના અધિકારી બની શકાય.
આધ્યાત્મિક ઉચ્ચભાવનાઓ વડે આત્મામાં એટલા બધા ઉચ્ચ તીવ્ર દ્રઢ સંસ્કારો પાડીને આત્મરૂપે પરિણમવું જોઈએ કે જેથી જગમાં પ્રત્યેક બાબતમાં શુભાશુભત્વ ન ભાસે વા પરવસ્તુઓમાં આપે શુભાશુભ ભાસે એવું પ્રથમાભ્યાસમાં બને તથાપિ તેને શુભાશુભ કલ્પનાએ કપાએલ શુભાશુભપદાર્થોમાં જાણવા અને દેખવા પણાનું ફક્ત સાક્ષીમાત્રત્વ રહે, પણ તેમાં પરિણમવાપણું ન થાય. શરીર દ્વારા ભગવાતા પંચંદ્રિયવિષમાં રાગદ્વેષથી પરિણમન ન થતાં તટસ્થ સાક્ષીપણે શાતા અશાતાનું ભકતૃત્વ વેદાય અને નવીન કર્મ ન બંધાય એવી રીતે અધ્યાત્મજ્ઞાનવડે આત્મામાં પરિણમવું જોઈએ. અધિકાર પ્રમાણે કર્મવેગની પ્રવૃત્તિ કરાય પરંતુ તેમાં રાગદ્વેષે શુભાશુભ પરિણમન ન થાય અને નિષ્કામભાવે સાક્ષીપણે પ્રત્યેક કાર્ય કરાય એવું આધ્યાત્મિક પરિણમન ખરેખર આત્મામાં થાય તેજ ખરેખર નિષ્કામ કર્મયોગિતત્વના અધિકારને પ્રાપ્ત કરી શકાય. પંચેદ્રિના ત્રેવીશ વિષય પ્રત્યેક ઇન્દ્રિયની શક્તિ છતાં ગ્રાહ્ય થઈ શકે છે. આચારાંગ દ્વિતીય શ્રુતસ્કંધ અધ્યયન ચેવિશમામાં નીચે પ્રમાણે આત્મજ્ઞાનિ યતિને સંબોધી ભગવંતે કચ્યું છે તથા–
सक्वाण सोउं सहा, सोयविसय मागता । रागदोसाउजेतत्थ, तं भिख्खू परिवजए ॥१०६५॥
* સંવત ૧૮૭૧ ની સ્વોંધ બુકમાંથી પ્રતિપાદ્ય પ્રાસંગિક આધ્યાત્મિક વિષપયોગી અશંખલાબદ્ધ લેખને પ્રચલિત વિષયમાં ઉતારો કરવામાં આવ્યો છે. આ લેકના ભાવાર્થના અંગે તેંધબુકના લેખો ઉપગી જાણ દાખલ કર્યા છે,
For Private And Personal Use Only