________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૭ તે આ વિશ્વની સ્વર્ગીયદશા કરવાની પ્રત્યેક મનુષ્ય તરફથી પ્રવૃત્તિ થશે અને વિશ્વમાં સર્વત્ર સર્વથા સર્વદા સાર્વજનિક શાન્તિના ઉચ્ચ ઉપાની વ્યવસ્થા ચિરસ્થાયી થશે. અધ્યાત્મજ્ઞાનથી હૃદયની ઉચ્ચતા. થાય છે અને તેથી બાહ્યવર્તનમાં સુધારે વધારે થાય છે આત્મા પિતાની ઉન્નતિના માર્ગ પ્રવહ્યા કરે છે અને પ્રવહન કરતાં રાગદ્વેષના તાબે થઈ વક્રમાર્ગ ગમન કરતું નથી કારણકે તે પિતાના આત્માની ઉપગ દશાથી ક્ષણેક્ષણે પ્રગતિ અને અવનતિને મુકાબલે કરતે રહે છે. જેનાગમાં અધ્યાત્મજ્ઞાનને મહત્વ આપ્યું છે તેનું કારણ એ છે કે અન્તમાં ઉદભવતી મેહનીય કર્મની પ્રકૃતિના સામું અધ્યાત્મજ્ઞાનવિના ટકી શકાતું નથી અને મેહનીયકર્મની પ્રકૃતિને સર્વથા પ્રકારે ક્ષય કરી શકાતું નથી. શ્રી મહાવીર પ્રભુએ
છદ્મસ્થાવસ્થામાં બારવર્ષ પર્યન્ત અધ્યાત્મજ્ઞાનદષ્ટિવડે મેહનીયપ્રકૃતિની સાથે યુદ્ધ કરીને ઘાતકમોને સર્વથા ક્ષય કરીને કેવલજ્ઞાન પ્રકટાવ્યું હતું. આ અવસર્પિણીમાં ચોવીશ તીર્થકરે થયા તેની પૂર્વે અનન્ત તીર્થકર થયા-વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં થશે તે સર્વે અધ્યાત્મજ્ઞાનદષ્ટિથી પરમાત્મપદ પામ્યા, પામે છે અને પામશે. માનસિક વિચાર પર અંકુશ મૂકીને મનને આત્માની ઉન્નતિ સર્વથા સર્વદા થાય એ માર્ગ દર્શાવનાર ખરેખર અધ્યાત્મજ્ઞાન છે. અધ્યાત્મજ્ઞાનના નામે વિશ્વ વ્યવહાર પરમાર્થ કૃમાં સાપેક્ષદષ્ટિવિના નિરપેક્ષદષ્ટિથી ભિન્નભિન્ન અધિકારી જીના અધિકારજ્ઞાનના અભાવે સંકુચિતદષ્ટિ થતી હોય અને સર્વની અધિકાર પરત્વે કર્તવ્યપ્રવૃત્તિમાં અનેક પ્રકારના અવરાધે ઉપસ્થિત કરાતા હોય તે તે સત્ય સાપેક્ષિક અધ્યાત્મજ્ઞાન કથી શકાય નહિ, પરન્ત શુષ્ક નિરપેક્ષ અધ્યાત્મજ્ઞાન કથી શકાય. એવું ખાસ લક્ષ્યમાં અવધારીને આમેન્નતિમાર્ગ હેતુભૂત અધ્યાત્મજ્ઞાનની સાપેક્ષપણે પ્રાપ્તિ કરવા પ્રયત્ન કરવો જોઈએ. જ્યારે જ્યારે શુષ્ક જડક્રિયાવાદીઓનું વિશ્વમાં વિશેષ સંખ્યામાં પ્રકટીકરણ થાય છે અને અધ્યાત્મજ્ઞાનવિના તેઓ લોકિક તથા લોકોત્તર કાર્યપ્રવૃત્તિ
માં રજોગુણ અને તમોગુણની વૃત્તિથી પ્રવૃત્ત થાય છે અને વાસ્તવિક સાધ્યબિન્દુને વિસરી જાય છે ત્યારે ત્યારે કેઈ અધ્યાત્મજ્ઞાની
For Private And Personal Use Only