________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૫
દૃષ્ટિને પ્રાપ્ત કરી શક્યા નથી એમ અનુભવ કરી અવમેધવું જોઇએ. જે જે દેશમાં જે જે કાલમાં અધ્યાત્મજ્ઞાનની પ્રગતિ થાય છે તે તે દેશમાં તે તે કાલમાં ઉદાર વિચાર અને આચારાની વૃદ્ધિ થાય છે અને તેથી કર્તવ્યકાર્યમાં ઉદારપણે પ્રવૃત્તિ થાય છે તથા અનેક અશુભ વિચારે અને નઠારા આચારના નાશ થાય છે. અધ્યાત્મજ્ઞાનયેાગે અનેક સંકુચિત ધાર્મિક મતાના દુરાગ્રાના નાશ થાય છે અને અનેક પ્રગતિકારક વ્યાવહારિક ધર્મ કર્તવ્યકમામાં સુધારા વધારા કરી દુઃખના માર્ગાથી વિમુક્ત થવાય છે. જયારથી આર્યાવર્તમાં ઉત્તમ વિશાળ અધ્યાત્મજ્ઞાનની હાનિ સકે સકે થવા લાગી ત્યારથી આર્યાવર્તમાં દેશની અધોગતિકારક અનેક ધર્મના ઉપપંથા અને સંકીર્ણ આચાર પ્રકટત્યા અને તેથી સંપ્રતિ આર્યાવર્તમાં અનેક પ્રકારના ધર્મક્લેશેાથી મનુષ્યેા પરસ્પર એકબીજાની હાનિ થાય એવી રીતે પ્રાપ્ત થએલી તન, મન અને ધનની શક્તિના દુર્વ્યય કરે છે. કરાવે છે અને કરતાને અનુમાઢે છે. એ આછી બેદકારક બીના નથી. અધ્યાત્મજ્ઞાનથી પ્રત્યેક વસ્તુના સૂક્ષ્મ ભાગમાં ઉંડું ઉતરી શકાય છે અને તેથી પ્રત્યેક વસ્તુની માન્યતા સંબંધી પૂર્વે જે જે સંકુચિત વિચારોની જે જે સીમાએ કલ્પેલી હોય છે તેના નાશ થાય છે તેમજ અનન્તજ્ઞાનમાં સર્વ પ્રકારના વિચારા સમાય એવી ઉચ્ચદશા પર આરેહણુ કરવાના પ્રસંગ આવે છે. અતએવ અધ્યાત્મજ્ઞાનની આવશ્યકતા સ્ત્રીકાર્યાવિના કોઈપણ રીતે ચાલી શકે તેમ નથી. આ જગત્ શું છે તેની સાથે અને પરમાત્માની સાથે આત્માના શે। સંબંધ છે? તેનુ સમાધાન ખરેખર અધ્યાત્મજ્ઞાન કરે છે અને તેમજ આત્માની સાથે રહેલા મનની શુદ્ધિ કરી શકે છે. આત્માએ આ વિશ્વમાં આત્યંતરિક જીવનને કેવી રીતે ગાળવું અને ઉત્ક્રાન્તિમાં કેવી રીતે પ્રવૃત્તિ કરવી તેના અધ્યાત્મજ્ઞાન નિર્ણય કરે છે અને સ્વની વાસ્તવિક સ્થિતિ પ્રોધાવીને પરમાત્મપદ પ્રાપ્ત કરાવી શકે છે. આર્યાવર્તમાં ચૈતન્યવાદ છતાં જડવાદીઓનીપેઠે વિષયવાસનાએના વશમાં થઇને આર્યાવર્તના મનુષ્યએ પાતાની વ્યાવહારિક તથા ધાર્મિકાન્નતિપર કુહાડો માર્યા છે અને તેથી તે અવનતિરૂપે કહુકલને આરવાદ કરે છે. અત
For Private And Personal Use Only