________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વમમાં પણ સત્ય સુખને અનુભવ આવવાને નથી અને તે વિના આત્મશ્રદ્ધા અને આત્મધર્મને વાસ્તવિક સત્ય રંગ લાગવાને નથી તેમજ આ વિશ્વમાં મરજીવા થઈ આત્મોન્નતિ કરી શકાતી નથી. અતએ અધ્યાત્મશાસ્ત્ર અને યોગશાસ્ત્રને ગુરૂ પાસે અભ્યાસ કરીને તેને અનુભવ કરે જોઈએ. અધ્યાત્મજ્ઞાનના અનુભવી મનુષે પ્રભુ પ્રાપ્તિના દલાલે છે. અધ્યાત્મજ્ઞાનના અનુભવીઓની પાસેથી જે કંઈ મળે છે તે ખરેખરૂં જીવતું મળે છે અને તેમનાથી આત્મા અમર થાય છે. સર્વ સંગત્યાગી એવા મુનિવરે અધ્યાત્મજ્ઞાનના અનુભવી થાય છે માટે તેઓનાં પાસાં વેઠી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. અધ્યાત્મજ્ઞાનાનુભવી ત્યાગી યેગીઓને સમાગમ થાય ત્યારે અધ્યાત્મશાસ્ત્રાને આનુભવિક ખુલાસે પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે જોઈએ અને ખંડનમંડનની ચર્ચામાં ન ઉતરતાં એમના ઉદ્ગારેને શાસ્ત્રરૂપ માની તેઓનું મનન કરવું જોઈએ કે જેથી વાસ્તવિકજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે અને અજ્ઞાનરૂપી અંધકારને નાશ થાય. અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ થયા છતાં ગૃહસ્થ ગૃહસ્થ ધર્મ કર્તવ્યકર્મની અને ત્યાગીએ ત્યાગધર્મ કર્તવ્યકર્મની હદ ઉલંઘવી ન જોઈએ. અધ્યાત્મજ્ઞાનવડે આત્માની ઉન્નતિ થાય છે પરંતુ શ્રદ્ધાભક્તિ આદિ ગુણવિના અધ્યાત્મજ્ઞાનને અભ્યાસ કર એ કાચા પારાના ભક્ષણ સમાન થઈ પડે છે એમ યાદ રાખવું જોઈએ. પરન્તુ એમ અવબોધીને અધ્યાત્મજ્ઞાનના અભ્યાસથી ભ્રષ્ટ ન થવું જોઈએ. અધ્યાત્મજ્ઞાનને સર્વત્ર વિશ્વમાં ઘેરઘેર ફેલાવે, થશે ત્યારે અધ્યાત્મજ્ઞાનદ્વારા જે જે કર્તવ્યકર્મ કરાશે તેથી સ્વપરનું કલ્યાણ થશે એમ અનુભવષ્ટિથી અવધવું જોઈએ. જે મનુષ્ય અધ્યાત્મજ્ઞાનની વાસ્તવિક દષ્ટિવાળે નથી તેના પ્રત્યેક વિચારમાં અને આચારમાં સંકુચિતત્વ રહેલું હોય છે અને તેથી તે વિશ્વમાં સર્વોપયેગી જનસેવાઓનાં કર્તવ્યકાર્યોમાં આત્મભેગ આપવા સમર્થ થઈ શક નથી. લઘુસરેવરમાં સેવાળ અને મલીન જંતુઓ વિશેષ હોય છે તેમ અધ્યાત્મજ્ઞાનની દષ્ટિવિના જે જે સંકુચિત વિચારોનાં વતું હોય છે તેમાં વિશેષ મલીનતા હોય છે. સંકુચિત વિચારે અને આચારમાં સર્વસ્વ માની લેનારા મનુષ્ય વાસ્તવિક અધ્યાત્મ
For Private And Personal Use Only