________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧
છે અને તે થાડા માણસાને જડે છે” “ ઇન્દ્રિયાક્રિક વૈભવ ભેાગવવાથી જેટલું સુખ મળે છે તેના કરતાં વધારે સુખ આત્મસંયમથી મળે છે” સેન્ટ ક્રાસાÔામ કહે છે કે હાલની સ્થિતિ એ તા ફક્ત નાટકના ખેલ છે તેમાં સમૃદ્ધિ અને ગરીબાઈ રાજા અને પ્રજા અને એવી બીજી માખતા નાટકના સાંગ છે” “ આ દુનિયા એક રંગભૂમિ છે તેમાં આપણે જુદો જુદા ભાગ લેનારાં પાત્રા છીએ તેથી દરેક જણના જાણવામાં છે કે નાટક જે રીતે ભજવવામાં આવે છે તેના ઉપરજ તેમાં ફત્તેહ મેળવવાને આધાર છે” એમર્સન વગેરે વિદ્વાને એ પ્રમાણે આધ્યાત્મિક વિચારોને પ્રકાશે છે. હવે પાશ્ચાત્ય દેશમાં આર્યાવર્તનાં અધ્યાત્મશાસ્ત્રાને પકાશ પડવા લાગ્યા છે તેથી ભવિષ્યમાં તે દેશીય મનુષ્યેાના વિચારશમાં ઘણા સુધારા વધારા થવાની આશા રહે છે. આર્યાવર્તમાં આયાની ખરી મુડી અધ્યાત્મશાસ્ત્રા છે. અન્ય દેશે. આર્યાવર્તને અધ્યાત્મજ્ઞાન માટે ગુરૂ માનશે. સર્વદેવ મનુષ્યને આર્યાવર્ત ખરેખર અધ્યાત્મજ્ઞાનથી ઉપકાર કરી શકશે અને તે અધ્યાત્મજ્ઞાનના ક્ષેત્ર તરીકે વિશ્વમાં પ્રસિદ્ધ રહેશે. ઈશુક્રાઇસ્ટ આર્યાવર્તમાં ધર્મતત્ત્વના ખાધ લેવા આવ્યા હતા. અધ્યાત્મજ્ઞાનમાં સર્વોત્કૃષ્ટ મહાપુરૂષને જન્મવાનું સ્થાન ખરેખર અધ્યાત્મજ્ઞાનમય ભૂમિ આર્યાવર્ત છે. અધ્યાત્મજ્ઞાનદ્વારા સર્વત્ર વિશ્વમાં સાત્વિકગુણુ ફેલાવવા કોઈ પણ દેશ પ્રખ્યાત થશે તે તેનું માન ખરેખર આર્યાવર્તને મળશે. અધ્યાત્મશાસ્ત્રો અને અધ્યાત્મજ્ઞાની સાધુએકારા અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અધ્યાત્મજ્ઞાનથી પ્રભુને હૃદયમાં શેખી શકાય છે અને શુદ્ધ પ્રેમથી પ્રભુની સાથે મળી શકાય છે. જડવસ્તુઓના વૈભવને નાકના મેલ સમાન સમજાવીને રજોગુણ અને તમેગુણમાંથી મનુષ્યાને પાછા હઠાવી યુરોપની યાદવાસ્થળી ન કરાવવામાં આત્મપ્રકાશ ફેંકનાર અધ્યાત્મજ્ઞાન છે. અતએવ અધ્યાત્મજ્ઞાનની જેટલી પ્રશંસા કરીએ તેટલી ન્યૂન છે. વેદાન્તીઓમાં ઉપનિષદો, ભગવદૂગીતા તથા જેનામાં પિસ્તાલીશ આગમા તાર્થ સૂત્ર વગેરે આધ્યાત્મિક અનેક શાસ્ત્રા છે. શ્રીમહાવીરપ્રભુએ કેવલ
૧
For Private And Personal Use Only