________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૮
કરવું જોઈએ. ઉપર પ્રમાણે કર્તવ્ય કાર્ય કરવાને માટે અધિકારી મનુષ્યના જે જે ગુણે કચ્યા તે પ્રાપ્ત કરવાથી સ્વાધિકારે કર્તવ્ય કર્મ પ્રવૃત્તિને સમ્યક સાધી શકાય છે. અને તેથી કર્તવ્ય કર્મની પરિપૂર્ણ અધિકારિતા પિતાને પ્રાપ્ત થાય છે એમ અનુભવષ્ટિથી અવધવું.
કર્તવ્ય કર્મના અધિકારી મનુષ્યનાં લક્ષણ કથ્થાબાદ હવે કર્તવ્યકાર્ય પ્રવૃત્તિમાં અધિકારપ્રદ અધ્યાત્મજ્ઞાનગની આવશ્યકતા સંબંધી નીચે પ્રમાણે કથવામાં આવે છે.
अध्यात्मज्ञानयोगेन, चित्तशुद्धिःप्रजायते । चित्तशुद्धया कृतं कार्य, वस्तुतःस्वोन्नतिप्रदम ॥३७॥
आत्मज्ञानस्य संप्रास्या, खाधिकारक्रियासु वै । प्राप्यते सजनैःसम्यक्, सर्वदोषापहारकः ॥३८॥
વિવેચન–અધ્યાત્મજ્ઞાન ગવડે ચિત્તની શુદ્ધિ થાય છે અને ચિત્તશુદ્ધિવડે કરેલું કાર્ય વસ્તુતઃ તિપ્રદ બને છે. આત્મજ્ઞાનની સંપ્રાપિવડે સ્વકર્તવ્યકિયાઓમાં વાસ્તવિક સ્વાધિકાર થાય છે. સજજને વડે સર્વષાવહારક એ સ્વાધિકાર ખરેખર આત્મજ્ઞાનની પ્રાપ્તિવડે પ્રાપ્ત કરી શકાય છે. અધ્યાત્મજ્ઞાન યુગવિના મનુષ્યના ચિત્તની શુદ્ધિ થતી નથી. સાબુ અને જલવડે જેમ મલીન વસ્ત્રની શુદ્ધિ થાય છે તેમ અધ્યાત્મજ્ઞાનવડે અહંમમત્વાદિ અનેક દોષેની મલીનતા ટળવાથી ચિત્તની શુદ્ધિ થાય છે. આ વિશ્વમાં કરોડો ઉપાયે કરે તે પણ આધ્યાત્મિક જ્ઞાનવિના અશુભસંસ્કારને ક્ષય થતું નથી અને અશુભસંસ્કારને ક્ષય થયા વિના ચિત્તશુદ્ધિ થઈ શકતી નથી. દેહ, મન અને આત્મા અને તેઓની સાથે બાહ્યપદાર્થોને સંબંધ કઈ દષ્ટિએ છે અને નથી એ ખાસ જાણવાની આવશ્યકતા છે. મનને આત્માની સાથે શું સંબંધ છે. અને મનની સાથે દેહને શું સંબંધ છે. મન-દેહ અને આત્માનું ભિન્ન ભિન્ન શું સ્વરૂપ છે? ઈત્યાદિ સર્વ પ્રશ્નોનું સમાધાન ખરેખર અધ્યાત્મજ્ઞાનથી થાય છે.
For Private And Personal Use Only