________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૮ દશાએ સ્વફરજને અદા કરવાની દષ્ટિએ જે મનુષ્ય સાધ્યકર્તવ્યકર્મોને કરે છે તે જ મનુષ્ય ખરેખરા કર્મચાગીઓ બની શકે છે. નિષ્કામ મહાત્માને દૈવિકબલની પ્રાપ્તિ થાય છે અને તેથી તે કામનાઓને છતી આ વિશ્વમાં દેવની કેટીમાં ભળે છે અને પશ્ચાત્ તે જ્ઞાનાવરણીયાદિ સર્વ કર્મથી વિમુક્ત થાય છે. નિષ્કામભાવનાએ સ્વાધિકારે પ્રત્યેક કાર્ય કરતાં પ્રામાય અને સ્વતંત્ર જીવનની પ્રગતિ કરી શકાય છે અને તેથી સ્વાત્મચારિત્ર્યની અને પ્રવૃત્તિની વિશ્વમનુષ્યપર સારી અસર થતાં વિશ્વ લેકેને સ્વકાર્યમાં સાહાશ્મીભૂત કરી શકાય છે. નિષ્કામ મનુષ્યની ચક્ષુમાં ઈશ્વરીપ્રકાશ વહે છે અને તેથી તેની આંખથી સર્વ મનુષ્ય અંજાઈ જાય છે તથા તે પ્રતિકુલત્વને ત્યાગ કરી સાનુકુલભાવને ધારણ કરી શકે છે. નિષ્કામભાવ અને નિષ્કામ પ્રવૃત્તિવિનાની સર્વ પ્રવૃત્તિમાં સદેષતા રહે છે અને તેથી આમેન્નતિમાં વિદુદ્વેગે આગળ વધી શકાતું નથી. નિષ્કામભાવથી મનુષ્ય કેઈના સ્વાથી તેજમાં અંજાતું નથી અને તે રજોગુણ તથા તમે ગુણની વૃત્તિ અને તેના પ્રપંથી મુક્ત રહી શકે છે. નિષ્કામકર્મયેગી આવશ્યક કર્તવ્ય ફરજોમાં નાસીપાસ થતાં હતવીર્ય થઈ શકતે નથી. તે તે ગમે તેવી દશામાં સ્વકર્તવ્યકર્મોને કર્યા કરે છે અને જે કાલે જે કાર્ય કરવા ગ્ય હોય છે તે અન્તરથી સાક્ષીભૂત થઈને કર્યા કરે છે. જે મનુષ્ય નિષ્કામતાને ધારણ કરે છે તેજ મનુષ્ય કદાગ્રહને ત્યાગ કરીને કર્તવ્ય કાર્યોને કરી શકે છે. નિષ્કામતાની સાથે કદાગ્રહરહિતતાને નિકટને સંબંધ છે. એકદમ નિષ્કામદશાને પ્રાપ્ત કરવી એ વાત તે આકાશકુસુમવત્ સમજવી. નિષ્કામ મન, વાણી અને કાયામાં ઈશ્વરીશક્તિને વાસ થાય છે તેથી તે આત્મા વસ્તુતઃ અન્તરદષ્ટિથી પરમાત્મરૂપે ખીલતે જાય છે. નિષ્કામદશાને પરિપૂર્ણ પ્રાપ્ત કરનાર શરીર છતાં સાકાર પરમાત્મા ગણાય છે અને તેની શુદ્ધતાથી તે અને શુદ્ધ કરવા સમર્થ થાય છે. નિષ્કામીગીએ અનેક કાર્યપ્રવૃત્તિઓની મળે અને અનેક કામ પદાર્થોની મધ્યે રહીને અન્તથી નિષ્કામતાગે તેઓ નિર્લેપ રહી
For Private And Personal Use Only