________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫ કર્તવ્ય કાર્યોની સિદ્ધિ માટે પૂર્ણ હોંશ અને જોશથી પ્રવૃત્તિ કરે છે. સ્વાધિકાર સદા એક સરખે રહેતો નથી. આશ્રમભેદે, અવસ્થાભેદે અને દેશકાલભેદે અધિકારનું પરાવર્તન થાય છે અને તેથી અધિકારભેદે કર્તવ્ય કાર્યોનું પરાવર્તન થાય છે. અધિકારને પૂર્ણ નિર્ણય કરીને સ્વકર્તવ્યગ્ય પ્રત્યેક કાર્યમાં આત્મા સાક્ષીભૂત થઈને વર્તે એવું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. અનેક પ્રકારનાં નાટક કરતા નાટકીયાઓ અનેક વેષ અને અનેક ચેષ્ટાએને પાત્રભેદે કરતા છતા પણ પાત્ર, વેષ અને ચેષ્ટાઓમાં પોતાને સાક્ષીભૂત માને છે ફક્ત તે સ્વફરજને અદા કરે છે પરંતુ હું અમુકપાત્રજ છું તથા અમુક વેષધારી તથા ચેષ્ટાવાળે છે એવું તે માની લેતા નથી. તદ્રત સ્વાધિકાર યોગ્ય કર્તવ્ય કાર્યોને કરતાં સાક્ષીભૂત થઈને પિતે વર્તવું જોઈએ. વેદાન્તદર્શનમાં વિદેહીજનક વગેરેનાં દષ્ટાન્ત તે માટે મેજુદ છે. જેનદર્શનમાં શ્રેણિક– કૃષ્ણ વગેરે અન્તરાત્માઓ કે જે ભાવી પરમાત્માએ છે તેઓનાં દષ્ટાતેનું અવલોકન કરવું. સાક્ષીભૂત થઈને પ્રત્યેક કર્તવ્યકાર્ય કરતાં અનેક પ્રકારના અહંવૃત્યાદિષમાંથી મુક્ત રહેવાય છે અને આત્માની પરમાત્મદશા ખીલવવારૂપ અત્યંતર પ્રયત્નની પ્રગતિ થાય છે. પ્રારબ્ધયેગે જે જે કર્મો કરવાં પડે તે કર્યા વિના છૂટકે થતું નથી પરંતુ તેમાં સાક્ષીભૂત થઈને વર્તતાં દેષના હેતુઓ અર્થાત્ આસ્ત્રવના હેતુઓ તે સંવરના હેતુઓ તરીકે પરિણમે છે અને સર્વમાંહી છતાં સર્વથી ન્યારા રહેવાની દશાને અનુભવ આવે છે. બાહ્યથી અવલોકતાં એમ અવાધાય કે સાક્ષીભૂત થઈને સર્વકાર્ય કરવાં એ બની શકે નહિ પરતુ આત્મભાવનાના ઉચ્ચ શિખર પર આરહીને દઢ નિશ્ચય કરવામાં આવે તે કાર્યવાસના, દેલવાસના, કર્તવ્યવાસના, કર્તાવાસના અને ભક્તાવાસના આદિ અનેક વાસનાઓમાંથી પસાર થઈને અંશે અંશે સાક્ષીભૂત આત્માની દશા પ્રાપ્ત કરી શકાય અને બાહ્યકાર્યો કરતાં આત્મા પિતે સાક્ષીભૂત થઈને વતી શકે એવી દશા પ્રાપ્ત કરી શકાય. આત્મજ્ઞાન-બ્રહ્મજ્ઞાનને પ્રાપ્ત કરીને તેના અનુભવપૂર્વક બાહ્ય કાર્યો કરતાં અન્તરમાં સુરતા (સ્મૃતિ) રાખવાને અભ્યાસ સેવતાં સેવતાં સાક્ષીભૂત આત્મા બની શકે છે.
For Private And Personal Use Only