________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૪
સ્વાધિકારકર્તવ્ય માર્ગમાં આ પાર કે પેલે પાર એ નિશ્ચય કરીને પ્રવૃત્ત થવું કે જેથી અન્ય કાર્યો અને અન્ય ઉચ્ચ જાતના અધિકારો પ્રાપ્ત કરવાને ચગ્યતા પ્રાપ્ત કરી શકાય. નિણિત સ્વાધિકારકર્તવ્ય કરતાં મૃત્યુ થાય છે તે મહત્સવ સરખું અવબોધીને અને અન્યની જરા માત્ર પરવા રાખ્યા વિના પ્રવૃત્તિપરાયણ થવું. આત્માની સાક્ષીમાં બ્રહ્માંડની સાક્ષીને નિર્ણય કરે. જ્યાં આત્માની સાક્ષી અને આત્માને નિશ્ચય નથી ત્યાં બ્રહ્માંડની સાક્ષી અને નિર્ણયથી કંઈ કરી શકાતું નથી. સ્વાધિકારકર્તવ્ય કાર્યોને નિર્ણય કર્યો એટલે સ્વકાર્યની અધ સિદ્ધિ થઈ એમ અવધવું. કર્તવ્ય કાર્યને અધિકારે નિશ્ચય કર્યા વિના જનસમાજસેવામાં, સંઘસેવામાં, વિશ્વસેવામાં અને ધર્મસેવામાં પરમાર્થ આત્મભોગ સમર્પી શકાતું નથી અને વ્યષ્ટિની કલ્પવ્યવહાર દશામાં પરિપૂર્ણ પ્રવૃત્તિ કરી શકાતી નથી. અત એવા સ્વાધિકાર નિર્ણયની કેટલી બધી આવશ્યકતા છે તે સુને અવબધાયા વિના રહી શકાશે નહિ. અમુક કાર્ય કરવામાં અમુકને અધિકાર છે કે નહિ તેને નિર્ણય કર્યાની પૂર્વે અમુકકર્તવ્યમાં સ્વાધિકાર છે કે નહિ? તેને નિર્ણય કરે એ આત્મોન્નતિ માટે ઉચ્ચ નિર્ણય અવધ અને એવા આત્મોન્નતિકારક ઉરચનિર્ણર્યથી જે જે કાર્યમાં પ્રવૃત્તિ થાય છે તેમાં આત્મશક્તિનું સમર્પણ થાય છે અને આત્મોન્નતિકર્તવ્યકાર્યમાં પ્રગતિ જ થતી જાય છે એમ અનુભવ કરે કે જેથી પ્રવૃત્તિથી પાછું પડી શકાય નહિ. સ્વાધિકારને નિર્ણય થયે એટલે સ્વયેગ્ય જે જે કાર્યો હોય છે તેમાં નિઃશંક પ્રવૃત્તિ થાય છે અને કર્તવ્ય કાર્ય કરતાં અન્ય કાર્યો સંબંધી વિકલ્પ સંકલ્પ વારી શકાય છે તથા કર્તવ્યકાર્ય કરતાં સાક્ષીભૂત મતિપૂર્વક જે જે દુઃખ સુખ ભોગવવાં પડે છે તેમાં રતિ અરતિ થતી નથી તેમજ તેમાં સ્વજીવન વહેતાં સંતોષ ઉભવે છે. અએવ કર્તવ્ય કર્મ માટે સ્વાધિકારને નિર્ણય કરે જોઈએ. જે જે કર્તવ્યકર્મોને સ્વાધિકારે કરવાનાં હોય તેને પ્રથમ સ્વાધિકારનિર્ણય થયાથી અવોધાઈ શકે. સ્વાધિકારને નિર્ણય કરવાથી મનુષ્ય સ્વકર્તવ્યાકર્તવ્યની અનેક ગુંચવણમાંથી મુક્ત થાય છે અને પશ્ચાત્ તે અધિકાર પરત્વે
For Private And Personal Use Only