________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૩ સ્વાધિકારી મનુષ્ય જે જે કાર્યમાં પ્રવૃત્ત થાય છે તેમાં તેને સંશય રહેતું નથી અને અનિશ્ચિતપ્રવૃત્તિ રહેતી નથી. અનિશ્ચિતકાર્યવૃત્તિથી આત્મા પરિપૂર્ણ પ્રયત્ન કરી શકતું નથી. અનિશ્ચિતકાર્યપ્રવૃત્તિમાન મનુષ્ય આ વિશ્વમાં ઉસ્પર્ધન ગંધની દશાને વા ત્રિશંકુરાજાની દશાને પામે છે અને તે કાર્યપ્રવૃત્તિનું આદર્શજીવન કરવાને શકિતમાન થતું નથી. દેવલોકમાં ઉત્પન્ન થએલ દેવ પ્રથમ પિતાને પૂર્વકરણય શું છે? અને પશ્ચાત્ કરણીય શું છે? તેને અન્યદેવને પૃથ્વી નિર્ણય કરે છે અને પશ્ચાત્ સ્વકાર્ય કરવાને પ્રવૃત્તિ કરે છે તેથી તેઓ ક૯૫ગ્યવહાર પ્રમાણે બાહ્યકાર્યો કરીને વિબુધની પદવી પ્રાપ્ત કરે છે. કેઈ ચક્રવર્તી રાજા રાજ્યસિંહાસન પર બેસે છે ત્યારે પ્રથમ સ્વરોગ્ય જે જે કાર્યો કરવાનાં હોય છે તેને વિવેકપૂર્વક નિર્ણય કરે છે અને પશ્ચાત સર્વકાર્યોને નિયમસર કર્યા કરે છે. જે તે સ્વાધિકાર કર્તવ્ય કાર્યને નિર્ણય કર્યવિના પ્રવૃત્તિ કરે તે રાજ્યસિંહાસનથી ભ્રષ્ટ થઈ શકે. પ્રત્યેક મનુષ્ય દેશ, કાલ, જાતિ, કુલ, અવસ્થા, વય, અને ધંધે આદિવડે સ્વકર્તવ્ય કાર્યને નિર્ણય કરે જોઈએ. પોતાની બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા, પિતાની કર્તવ્યશક્તિ, આજીવિકાદિ બાબતેમાં અનુકુલસ્થિતિ અને પ્રતિકુલસ્થિતિને વિવેક તથા કયાં કયાં કાર્યો કરવાને સ્વશક્તિ ખીલેલી છે, અમુક બાબતમાં સાનુકુલ અને પ્રાતિકુલ સંગે કયા છે તેને નિશ્ચય કરવાથી સ્વાધિકારને નિશ્ચય થાય છે. કર્તવ્ય કાર્યોની ચારે તરફની સાધ્ય અને અસાધ્ય બાજુઓ તપાસવી અને તે પોતાનાથી થઈ શકે તેમ છે કે નહિ તેને પરિપૂર્ણ નિશ્ચય કરે કે જેથી પશ્ચાતું તે તે કાર્યોને પ્રારંભ કરીને ત્યજી દેવાં ન પડે. જે અધિકારને પ્રાપ્ત કરવામાં આવે તે સ્વયેગ્ય છે કે કેમ તેને પ્રથમથી નિર્ણય કર જોઈએ. સ્વાધિકારને નિર્ણય કર્યો એટલે તેમાં સાક્ષીભૂત મતિ ધારણ કરીને પ્રવૃત્તિ કરવી. દેરંગી દુનિયાના અભિપ્રાય ઉપર સ્વાધિકારને નિર્ણય ન રાખવે પરન્તુ સ્વબુદ્ધયા સ્વાધિકારને જ્ઞાનની ગમ લઈ નિર્ણય કરવો અને પશ્ચાત્ અધિકારે જે જે કાર્યો કરવાનાં હોય તેમાં સાક્ષીભૂત મતિ રાખીને પ્રવૃત્તિ કરતાં દુનિયાને દોરંગી અભિપ્રાય શ્રવણ કરવા જરા માત્ર લક્ષ્ય દેવું નહિ,
For Private And Personal Use Only