________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
શુદ્ધસ્વરૂપમાં સ્થિર થઈને પ્રત્યેક ફરજ બજાવે છે ત્યારે તે બાહ્યવિશ્વમાં એક અલિપ્તજ્ઞાનચેાગીની તુલનાને પ્રાપ્ત કરવા શક્તિમાન થાય છે. ભીતિયાના ત્યાગની સાથે આસક્તિને પણ દૂરકરવાની જરૂર છે. સર્વ પદાર્થાંમાં જે જે મનેાદ્વારા આસક્તિ થાય છે તેથીજ ખરેખર અંધાવવાનું થાય છે. પ્રતિષ્ઠાનીઆસક્તિ, નામની આસક્તિ, કામનીઆસક્તિ, કીર્તિની આસક્તિ, અને રૂપનીઆસક્તિ, આદિ અનેકપ્રકારની આસક્તિયે થવી એજ સંસાર છે. અનેકપ્રકારની આસક્તિયાને ટાળીને કર્તવ્યકાર્યેાની ફરજ અદા કરવી એ મુશ્કેલકાર્ય છે છતાં આત્મજ્ઞાનીએ આત્મસામર્થ્ય આસક્તિભાવના પરિહાર કરીને અનાસક્તિભાવે આ વિશ્વમાં કર્તવ્યકર્મના અધિકારી બને છે. આ વિશ્વમાં નામરૂપમાં થતી આસક્તિને વારતાં સર્વપ્રકારના બંધનામાંથી મુક્ત થવાય છે અને જીવ તે શિવરૂપ બની જાય છે. પેાતાના સ્વાધિકારે આવશ્યકકાર્યાં કરતાં આસક્તિભાવ પ્રકટે છે કે નહિ તેના જ્ઞાતા પેાતાના આત્મા હોવાથી પેાતાના આત્મા તેની સાક્ષી પૂરી શકે છે. અતએવ સ્વાધિકારે પ્રત્યેકકાર્ય કરતાં અનાસક્તિભાવે કાર્યની યેાગ્યતા મેળવવા પ્રયત્ન કરવા જોઈએ. સ્વાધિકારે કર્તવ્યકર્મ કરતાં જે જે અંશે અનાસક્તિ રહે તે તે અંશે સ્વકર્મકરણયેાગ્યતા પ્રકટ થઈ એમ અવમેધવું. નિવિષદાઢાવાળા સર્પ અન્યજીવાના પ્રાણ સંહરી શકશે નહિ, ભલે તે ગમે ત્યાં કરે તેમ અનાસક્તજ્ઞાની વ્યાવહારિક તથા ધાર્મિકકાયાને સ્વાધિકારી કરતાં કોઇ સ્થળે મંધાતા નથી અને જ્યાં જ્યાં બંધાવવાનું થાય છે ત્યાં તે નિબંધ રહી શકે છે. અન્તરાત્માએ અનાસક્તિભાવની પ્રગતિમાં આગળ વધીને તેઓ સ્વાધિકારે કર્તવ્ય કર્મને કરતાં આત્માન્નતિની ભાવના અને ગુણસ્થાનક દશામાંથી પતિત થઈ શકતા નથી અને તે અનાસક્તિથી પ્રત્યેકકાર્યના સંબંધમાં આવતાં પણ જલપંકજવત્ નિર્લેપ રહી શકે છે. આવી તેમની દશા હાવાથી અમુક પ્રકૃતિના બંધની અપેક્ષાએ તો તે અપુનબંધક રહી શકે છે અને તે તે પ્રકૃતિના અભાવે નિર્લેપ રહી શકે છે. ભરતરાજાએ ગૃહાવાસની સ્થિતિમાં સ્વાધિકારે કર્તવ્ય કરવામાં અનાસતતાથી યાગ્યતા મેળવી હતી અને તેથી તેઓ છખંડ રાજ્યપાલન
For Private And Personal Use Only