________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બલિદાન કરવું એ તેને સ્વાધિકારફરજ ધર્મ અવધિ. જ્યાં ભીતિ છે ત્યાં સ્વતંત્ર નીતિરીતિપ્રવૃત્તિ હોતી નથી. આ વિશ્વમાં જેકાલે જે શરીરાદિક વસ્તુઓને વિગ થવાને હોય છે તે થયા કરે છે એમાં ભીતિધારવાથી જૂનું જતું નથી અને નવું આવતું નથી તે નાહક શામાટે ભીતિથી ભડકીને સ્વકર્તવ્યભ્રષ્ટ થવું જોઈએ? અલબત્ત કદાપિ ભીતિ ધારણ કરીને સ્વકર્તવ્યભ્રષ્ટ ન થવું જોઈએ. જયશિખરીએ ભુવડની સાથે છેવટ સુધી યુદ્ધ કરી સ્વફરજને અદા કરી તે ઈતિહાસથી અજ્ઞાત નથી. કરણઘેલે જ્યારે સ્વકર્તવ્યથી ભ્રષ્ટ થયું ત્યારે તે વિનાશને પાપે. કરણઘેલાએ પ્રધાનની સ્ત્રી પ્રતિ કામાસક્તિ ધારણ કરી ન હત તે તેની પતિતદશા થાત નહિ. રજપુતે જ્યારે સ્વધર્મથી ભ્રષ્ટ થયા ત્યારે અવનતિને પામ્યા. સ્વકર્તવ્યધર્મફરજને અદા કરતાં ભીતિયોથી હીવું ન જોઈએ અને શત્રુપક્ષમાં વા પરપક્ષમાં ભળી આત્માની પતિતદશા ન કરવી જોઈએ. ભીતિના સરકારે હઠાવવાને જે જે કાલે જે જે ઉપાયે લેવા ઘટે તે લેવા અને સર્વપ્રકારની ભીતિને હઠાવી કાર્યપ્રવૃત્તિમાં એગ્ય બનવું જોઈએ. ગરીબલ્ડી વગેરે પાશ્ચાત્ય દેશ સુધારકે અને લ્યુથર વગેરે ધર્મસુધારકનાં ચરિત્રે વાંચવાથી માલુમ પડશે કે તેઓએ સ્વકાર્યપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થતાં પૂર્વે ભીતિને ત્યાગ કર્યો હતો. જેના ધડપર શીર્ષ ન હોય એવી નિર્ભીતિથી જે કાર્ય કરવામાં પ્રવૃત્ત થાય છે તે આત્માર્ય પ્રકટાવીને તથા સ્વાશ્રયી બનીને અપૂર્વકાર્યો કરવાને શક્તિમાનું થાય છે. અતએ ઉપર્યુક્ત શ્લેકમાં સાતપ્રકારની ભીતિને ત્યાગ કરીને જે આત્મામાં સ્થિર થયે છે તે કાર્ય કરવાને અધિકારી થાય છે એમ જે કચ્યું છે તે ખરેખર એગ્ય જ કહ્યું છે. સાતપ્રકારની ભીતિને ત્યાગ કરવાની સાથે જે જનારો હોય છે તે કાર્યકરવાને અધિકારી બને છે તે પણ ગ્યજ કહ્યું છે. સાતભીતિને ત્યાગ કરીને આત્મામાં સ્થિર થવાથી આત્માની સત્યશાન્તિને અનુભવ થાય છે. સાતભીતિના ત્યાગની સાથે ચંચલતા ટળે છે અને ચંચલતા ટળતાં આત્મા સ્વશુદ્ધસ્વરૂપમાં સ્થિર થાય છે અને તેથી કર્તવ્યકાર્ય ફરજને બજાવતાં અન્તરંગમાં તેને સ્થિરતાને જમાવ થાય છે. આત્મા પિતાના
For Private And Personal Use Only