________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કારણભૂત હોય તેઓને સ્વાધિકારે અમુક દશાએ કરવાં એ લૈકિક
વ્યવહાર ધર્મ છે. ઉપર્યુક્ત લૈકિક અને લોકેત્તર વ્યવહાર ધર્મનાં કાર્યોને સ્વાધિકારે આત્માનું નિર્ભય સ્વરૂપભાવીને કરવાં જોઈએ. આત્માનું શુદ્ધરૂપ પ્રકટાવવાને વ્યવહારથી અને નિશ્ચયથી સાધન સામગ્રી દ્વારા સદા પ્રવૃત્ત રહેવાથી પ્રવૃત્તિની પરંપરામાં સુવ્યવસ્થા રહે છે અને ધર્મનાં અને આજીવિકાનાં સાધનની સાનુકુલતાના યોગે
ન્નતિ અને વિશ્વનતિનાં પારમાર્થિક કાર્યોમાં સમ્યગ રીત્યા પ્રવૃત્ત થઈ શકાય છે. સ્વાત્માની અનેક પ્રવૃત્તિમાં અનેક ભીતિ દેખાય છે પરંતુ આત્મશક્તિથી તેઓના સામા થતાં ભીતિ અદશ્ય થઈ જાય છે. જે કંઈ થાય છે તે સારાને માટે થાય છે. કાર્યપ્રવૃત્તિમાં સ્વાધિકારે જે કંઈ દુઃખે પડે છે તે આત્માની ઉન્નતિ કરવાને માટે કેઈ જાતને બોધ આપનાર હોય છે તેથી દુખે પડયા છતાં પણ જરા માત્ર ભીતિ ધારણ કરવાની આવશ્યકતા નથી. આત્માની સ્વાધિકારે વિવેકપૂર્વક જે જે પ્રવૃત્તિઓ થતી હોય તેમાં જે કંઈ નષ્ટ થવાનું હોય તેને થવા દે. ફક્ત પિતાના અધિકારને ભીતિને ત્યાગ કરી બજાવ્યા કરે અને તટસ્થરહી સુખદુઃખને વેદ્યાકરવાં કે જેથી આમેન્નતિના શિખરે ચડતાં કેઈ જાતને પશ્ચાત્ અવરોધ રહે નહિ. વ્યાવહારિક કાર્યો કરવાને કર્મરાજાની અમુક સંગમાં આજ્ઞા થઈ છે તેથી અમુકકાને સ્વાધિકારે કરવામાં આત્મા ફક્ત પોતાની બાહ્ય ફરજ અદા કરે છે તેમાં કંઈ લેવું દેવું નથી તેમજ કંઈ બહોવાનું કારણ નથી. આ પ્રમાણે નિશ્ચયવિચાર કરીને કાર્યોમાં પ્રવૃત્ત થતાં વિશ્વથી પાવાનું થતું નથી અને આત્માની પ્રગતિ થયા કરે છે. સાતપ્રકારની ભીતિથી નહીવાય એવો પિતે પિતાને બોધ આપ જોઈએ કે જેથી કટોકટીના પ્રસંગે આત્માવસ્તુતઃ ભીતિવિનાને બની સ્વફરજેને અદા કરી શકે. સ્વકાને કરતાં મનમાં યાવભીતિ રહે છે તાવત્ અવધવું કે આત્માની નિર્ભયતા પ્રાપ્ત કરી શકાઈ નથી. ગજસુકુમાલે અને સ્કંધકમુનિના પાંચસે શિષ્યએ તથા મેતાર્યમુનિએ સર્વથા ભીતિને ત્યાગ કરી સ્વાત્મધર્મમાં સ્થિર રહી આત્મોન્નતિ કરી હતી. એ પ્રમાણે ભવ્ય જિજ્ઞાસુએ સ્વાત્માને ભીતિના પ્રસંગે
૨૫
For Private And Personal Use Only