________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ તું જ્ઞાનદષ્ટિથી દેખે તો તેમાંનું કશું કંઈ હેતું નથી. હે મનુષ્ય ! તું ભીતિથી પેલી પાર રહેલા આત્માને માની કર્તવ્યપરાયણ થા. પ્રવૃત્તિમાર્ગમાં વા નિવૃત્તિમાર્ગમાં સર્વથા પ્રકારે ભીતિને ત્યાગ કર્યા વિના પરિપૂર્ણ પ્રવૃત્ત થઈ શકાતું નથી. કર્મયોગીઓ આલેક ભય-મૃત્યુ ભય વગેરે ભીતિથી હોતા નથી. ચેડા મહારાજે કેણિકની સાથે બાર વર્ષપર્યન્ત યુદ્ધ કર્યું. ચેડા મહારાજ ક્ષત્રિય રાજા અને શ્રાવક ધર્મનાં બારવ્રત ધારણ કરનાર હતા છતાં આવશ્યક કર્તવ્યકાર્યની ફરજે યુદ્ધ કરતાં તેમણે હૃદયમાં ભીતિને સ્થાન આપ્યું નહતું. તેઓ અવધતા હતા કે ભીતિથી કંઈ આત્માની ઉન્નતિ થતી નથી. આત્મજ્ઞાનીઓ નામરૂપના દશ્ય વિશ્વપ્રપંચથી સ્વાત્માને ભિન્ન માને છે તેથી તેઓ નામરૂપના દશ્ય પ્રપંચમાં સ્વાધિકારે અમુક દષ્ટિએ પ્રવૃત્ત થયા છતાં નિર્ભીત બની નિર્લેપ રહે છે. સર્વાત્માઓની સાથે આત્માને સત્તાએ સિદ્ધ સરખે સંબંધ છે. કેઈ આત્માથી કેઈનું અશુભ કરી શકાય એવું નથી. આત્મા શસ્ત્રથી છેદા નથી. પંચભૂતમાંથી કઈ ભૂત આત્માને નાશ કરવા સમર્થ થતું નથી, જ્યારે આત્માની આવી સ્થિતિ છે તે આત્માને શામાટે અન્યની ભીતિચેથી બહીવું જોઈએ? અલબત્ત ન હોવું જોઈએ. જે જે શરીરાદિક વસ્તુઓ આત્માની નથી, ભૂતકાળમાં આત્માની થઈ નથી અને ભવિષ્યમાં આત્માની થનાર નથી તે તે વરતુઓના સંબંધે ભીતિ ધારણ કરવાની કંઈ પણ જરૂર નથી અને ભીતિને ધારણ પણ ન કરવી જોઈએ. સમુદ્રમાં ઉતપન્ન થતા તરંગેના વિલયથી જેમ સમુદ્રને પીવાનું હેત નથી તેમ આત્માની સાથે સંબંધિત પરભાવ અંગે અને તેના વિયોગથી કંઈ આત્માને અહીવાનું હેતું નથી. આત્મા અરૂપી જ્ઞાનાદિક ગુણને ભંડાર છે. આત્માના શુદ્ધ સ્વરૂપ વિના બાકી અન્ય કશું આત્માનું નથી. આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટાવવું તે ખરેખર આત્માના હાથમાં છે. આમાજ સ્વયં સ્વરૂપને કર્તા છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રકટાવવા માટે દેવ-ગુરૂ અને ધર્મની સામગ્રીઓની આરાધના કરવી તે કેત્તર કારણભૂત વ્યવહાર છે અને બાહ્ય શરીરાદિનું સંરક્ષણ કરવું ઇત્યાદિ જે જે કાર્યો ખરેખર કેત્તર કારણભૂત ધર્મનાં પણ
For Private And Personal Use Only