________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂર્ણ નિશ્ચય કરીને આત્મા દ્વારા જે જે કર્તવ્ય કાર્યો હોય તેમાં સર્વ પ્રકારની ભીતિને ત્યાગકરીને પ્રવર્તવું જોઈએ. આત્માવિના અન્ય કશું આત્માનું થયું નથી, થતું નથી અને થશે નહિ એવો નિશ્ચય છે તે નકામી ભ્રાનિતધારીને ભીતિ શા માટે ધારણ કરવી જોઈએ? જે જે વસ્તુઓ આત્માની વસ્તુતઃ નથી એવી પિ ગલિક વસ્તુઓની મમતાથી ભીતિ ઉત્પન્ન થાય છે અને ભીતિથી આત્મા પરભાવમાં રહીને નપુસક જે પામર-કાયર-નિ:સત્વ બને છે. તેથી કશુંએ શ્રેય સ્વપરનું કરી શકાતું નથી. કેઈ પણ સંગને વિયેગ થવાને છે, છે ને છે; એમાં કદાપિ અન્ય ફેરફાર થવાનું નથી તે શા માટે બીવું જોઈએ? કાર્યપ્રવૃત્તિમાં બીવાથી કંઈ પણ વળવાનું નથી. અહંતામમતા આદિ વૃત્તિ ઉત્પન્ન થવાનું કારણ શું છે? તેનું સૂફમ સ્વરૂપ વિચારવાથી ભય હેતુઓને વિલય થાય છે એમ નિશ્ચયતઃ અવધવું. ભીતિના સંસ્કારને સર્વથા પ્રકારે ક્ષય કરો એ પણ એક કર્તવ્ય કાર્ય છે અને નિર્ભતિપૂર્વક કર્તવ્ય કાર્ય કરવાં એ પણ કર્તવ્ય કર્માધિકારિતાનું મહત્ત્વ છે. અમુક કાર્યમાં પ્રવર્તતાં અમુક જાતિને ભય ઉત્પન્ન થતાં અનેક જાતના વિકલ્પ સંકલ્પ ઉત્પન્ન થાય છે અને તેથી આત્મશક્તિને હૃાસ થતું જાય છે. અમુક કાર્યમાં પ્રવર્તતાં ભીતિના સંસ્કારેવડે ચિંતા શેકના વાતાવરણથી નકામું દુઃખ ઉત્પન્ન કરી શકાય છે. સ્વાધિકારે વિવેકપૂર્વક કાર્યમાં પ્રવર્તતાં સર્વસ્વાર્પણ કરવામાં ભીતિનો એક વિકલ્પ પણ ન થાય એવે નિર્ભય આત્મા જયારે થાય છે ત્યારે આત્મામાં સ્થિરતા થાય છે અને અસ્થિરતા ટળી જતાં સદ્વર્તનના શિખરે આમા વિરાજમાન થાય છે એમ અનુભવદષ્ટિથી અવબોધવું. જેમ જેમ બાદામાં નિઃસંગતાભાવ વૃદ્ધિ પામતે જાય છે તેમ તેમ સપ્તભીતિના સંસ્કારોને નાશ થતું જાય છે. સપ્ત ભીતિથી આ વિશ્વમાં બહિરાત્મભાવવૃદ્ધિ પામે છે અને બહિરાત્મભાવથી જે જે કાર્યો કરવામાં આવે છે તેમાં સલેપતા રહે છે. અતએ સપ્તભીતિના સંસ્કારને મૂળમાંથી ક્ષય કરે કે જેથી આત્માની કર્તવ્ય કાર્યપરાયણતા છતાં
For Private And Personal Use Only