________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૭
મત
તેટલીજ કર્તવ્ય કાર્યમાં પ્રવૃત્ત થવાને નિર્ભય થવાની આવશ્યકતા છે. વ્યવસ્થા મળેાધ હોય તેપણુ સાત પ્રકારની ભીતિના ત્યાગ કર્યોવિના અને આત્મામાં સ્થિર થયાવિના કર્તવ્યકાર્યપ્રવૃત્તિમાં આગળ વધી શકાતું નથી. કર્તવ્યકાર્યપ્રવૃત્તિમાં પ્રવેશ કરવાની સાથે જેના મન વચન અને કાયાના વ્યાપારમાં અંશમાત્ર પણ ભીતિ નથી રહેતી તે મહાપુરુષ આ વિશ્વમાં ઇચ્છિતકાર્યને સિદ્ધ કરી શકે છે. વિવેકદૃષ્ટિથી જે જે કર્તવ્યકાî કરવાનાં હાય તેમાં સાતપ્રકારની ભીતિને સ્થાન ન આપવું જોઇએ. કોઇ પણ રીતે મારે આ વિશ્વમાં સાતે પ્રકારની ભીતિયા રાખવાનું કારણ નથી એમ જ્યારે દૃઢ નિશ્ચય થાય છે ત્યારે આત્મામાં દૈવીશક્તિ ખીલે છે અને આ વિશ્વમાં અલૈાકિકાર્યાં કરી શકાય છે. ભીતિધારવી એ કાયરપુરુષનું લક્ષણ છે. ભીતિથી કર્તવ્યકર્મરણાંગણમાં પપૈયાની દશા પ્રાપ્ત થાય છે. લાકમાં પણ કહેવત છે કે ના તો મત કરના, કોર કરના તો ના જે કાર્ય કરવુ તેમાં જ્ઞાનીઓએ શા માટે ડરવું જોઈએ ? આલેકભય, પરલોકભય, યશભય, આજીવિકાલય, રાગભય, અકસ્માતભય, મરણભય ભીતિયેા વગેરે ધારણ કરવાથી આત્માની જે જે શક્તિઓ વિકાશ પામવાની હોય છે તે સંકેચાઇ જાય છે અને કર્તવ્ય ક્ષેત્રમાંથી પાછું કરવાનું થાય છે. કર્તવ્યકર્મક્ષેત્રમાં દાનવીર, ભક્તવીર, ધર્મવીર, જ્ઞાનવીર, કર્તવ્ય કાર્યવીર-જ્ઞાનવીર અને શરવીર સર્વ પ્રકારની મમતાના અને અહંતાના ત્યાગ કરીને મરજીવા થઇ વિચરે છે તેથી તેને મન, વચન, કાયા, ધન અને વિશ્વના કોઇ પણ પદાર્થની તેનાપર અસર થતી નથી. આત્મવીર્યથી દાનવીર વગેરે વીરા પેાતાના આત્માને સર્વસંગાથી મુક્ત કરે છે. જ્યાંસુધી ભીતિ છે ત્યાંસુધી આત્મા એક ક્ષુદ્રજંતુસમાન છે. આ વિશ્વમાં સાતપ્રકારની ભીતિરાખનારાઓથી કોઇ પણ જાતનું મહાન કાર્ય બન્યું નથી, મનતું નથી અને ભવિષ્યમાં બનશે નહિ. શરીરનીમમતા, અને પ્રાણની મમતા એ છે જેના મનમાં નથી તેજ મનુષ્ય કર્તવ્યુકાર્યના અધિકારી બને છે. સંયોગે જેટલી વસ્તુઆના આત્માની સાથે સંબંધ થયા છે તેટલી વસ્તુઓ ખરેખર આત્માની નથી. તેથી સંયાગીવસ્તુઓના વિયાગથવાના છે એવા
For Private And Personal Use Only