________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૩ પણ બહુ વ્યય થાય છે, તેની સાથે આત્મશક્તિની પ્રગતિ પણ થતી નથી. જ્યાં સુધી અવ્યવસ્થિત કાર્યબોધ છે અને અવ્યસ્થિત કાર્યક્રમ બધ છે ત્યાં સુધી અવ્યવસ્થિત કાર્યપ્રવૃત્તિ થયા કરે છે અને તેથી અવ્યવસ્થિત શકિતને વ્યવસ્થિત બલપણે ભેગી કરી શકાતી નથી. મુસલમાનોની સાથે અનેક યુદ્ધમાં રાજપુત હાર્યા તેનું કારણ અવ્યવસ્થિત કાર્યબોધ અને અવ્યવસ્થિત કાર્યપ્રવૃત્તિ હતી. વ્યવસ્થાક્રમજ્ઞાનવડે જે જે મનુષ્ય કાર્ય કરે છે તે તે મનુષ્ય આત્મોન્નતિ-
વિનતિ અને સમાજેન્નતિથી પ્રતિદિન આગળ વધ્યા કરે છે. કેઈ પણ મનુષ્ય ખરેખર કાર્ય ગી છે કે નહિ? તે તેની વ્યવસ્થા બુદ્ધિ અને કાર્ય કમબુદ્ધિથી અવબોધાઈ શકે છે. ઈંગ્લીશ સરકાર સર્વદેશમાં વ્યવસ્થાક્રમથી રાજ્યશાસન કરી શકે છે તેથી સર્વત્ર સર્વ પ્રકારની પ્રગતિમાં આગળ વધી શકે. છે. સર્વત્ર સર્વ દેશમાં વ્યવસ્થા કમબોધપૂર્વક પ્રવૃત્તિ કરીને ઈંગ્લીશ સરકાર ખરેખર રાજ્ય સામ્રાજ્યમાં અગ્રગણ્ય બની શકી છે તે તેની પ્રવૃત્તિના સૂફમ ગર્ભમાં ઉંડા ઉતરવાથી અવધાઈ શકે તેમ છે. સર્વ પ્રકારનાં ખાતાંઓ વ્યવસ્થાપૂર્વક ચલાવવાં એ વ્યવસ્થા ક્રમ બધ વિના બની શકે તેમ નથી. જે જે કાર્યો કરવાના હોય તેનું સમયના હિસ્સા પાડી ટાઈમટેબલ કરવું અને સર્વ પ્રકારની કાર્યની વ્યવસ્થાને સમ્ય બેધ કરી કાર્યપ્રવૃત્તિ આદરવી કે જેથી ક્ષણમાત્ર પ્રમાદ ન થાય અને કાર્યની સિદ્ધિ કરી શકાય. ધર્મશાસ્ત્રમાં ધાર્મિક કાર્યો કરવાને અમુક અમુક કાલે નિર્ણય કરવામાં આવ્યો છે તેના ઉપર વિચાર કરવામાં આવશે તો તેમાં વ્યવસ્થાક્રમ બોધનું રહસ્ય અવબોધાશે અને કાર્યપ્રવૃત્તિનું પ્રાબલ્ય અવબોધાશે. પિંડ અને બ્રહ્માંડને હિતકારક એવાં કાર્યોને વ્યવસ્થાક્રમ બેધપૂર્વક કરતાં નિર્લેપ પણ આત્મ ફરોને સમ્યગ્રીત્યા અદા કરી શકાય છે. વ્યાવહારિક કાર્યોમાં અને ધાર્મિક કાર્યોમાં વ્યવસ્થા કમ જ્ઞાનપૂર્વક પ્રવર્તક તત્ત્વજ્ઞાનીકર્મયોગીઓ કઈ રીતે નિર્બળ બની શકતા નથી અને તેઓ વિશ્વમાં વ્યાવહારિક અને નૈશ્ચયિક સ્વાતંત્ર્ય જીવન તથા સાપેક્ષપ્રગતિકારકપાતંત્ર્ય જીવનની અસ્તિતાની સંસ્થા કરી શકે
For Private And Personal Use Only