________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૬
જ્યની ઝાહોઝલાલીમાં સમ્યગઆત્મભેગ આપી શકે છે. વિશ્વહિતકારક કાર્યોના જ્ઞાતા થવાથી વિશ્વમાં અનેક પ્રકારની પ્રવૃત્તિનું હેયત્વ અને ઉપાદેયત્વ અવબેધાય છે. અએવ વિશ્વહિતકારક કાર્ય પ્રવૃત્તિને જ્ઞાતા મનુષ્ય ખરેખર કાર્ય કરવાને અધિકારી છે એમ અવધવું. આર્ય દેશમાં પૂર્વે જે જે મહાત્માઓ થઈ ગયા છે તેઓએ પ્રથમ વિશ્વહિતકારક કાર્યોનું પરિત સંપૂર્ણ સ્વરૂપ અવેલેકહ્યું હતું તેથી તેઓ આત્મોન્નતિમાં આગળ વધ્યા હતા. વિશ્વહિતાર્થકર્મજ્ઞ મનુ
થી વિશ્વની પ્રગતિ થવાની છે એમ નિશ્ચયતઃ અવબોધવું. વિશ્વહિતના જેઓ જ્ઞાતા નથી તેઓ વસ્તુતઃ અન્ય પ્રવૃત્તિ કરનારા હોય છે અને તેઓની અન્ય પ્રવૃત્તિથી વિશ્વની ઉન્નતિના બદલે કદાપિ અવનતિ કરવાની સ્થિતિ પ્રાપ્ત થાય છે. સેક્રેટીસ એક ગ્રીક વિદ્વાન થયું હતું તે દેશની અને વિશ્વની ઉન્નતિ કરવામાં પોતાના શિષ્યને સ્વષ્ટિ પ્રમાણે વ્યાપક વિચારો પ્રવર્તાવતું હતું. શ્રીવીરપ્રભુએ જગતનું કલ્યાણ થાય એવાં સુકાર્યો પ્રરૂપેલાં છે. જેમ જેમ દ્રવ્ય ક્ષેત્રકાલ અને ભાવથી નિમિત્ત દષ્ટિ, ઉપાદાન દષ્ટિ, પરમાર્થષ્ટિ, ઉપગ્રહ દષ્ટિ અને સદાચાર દષ્ટિ આદિ અનેક દષ્ટિથી વિલાકિક હિતજ્ઞાતા થવાય છે તેમ તેમ સ્વાર્થ, લેભ, કાર્પષ્ય, સંકુચિતતા આદિ અનેક દોષથી મુક્ત થવાય છે અને લૌકિક હિતકારક સર્વ પ્રવૃત્તિમાં અનેક સુજનાઓની સુવ્યવસ્થાપૂર્વક પ્રવૃત્તિ કરી શકાય છે. વિશ્વવતિ અનેક દેશમાં પ્રવતિત વિચિત્ર રાજ્યનીતિના નિયમનું સૂક્ષમદષ્ટિથી નિરીક્ષણ કરવામાં આવશે તે અવબેધાશે કે તે તે નીતિના ઉત્પાદકોના હૃદયમાં વિશ્વહિતકાર્યજ્ઞત્વ ઉદ્ભવ્યું હતું, તેથી તેઓએ રાજ્યવ્યવસ્થા આદિ અનેક વ્યવસ્થાઓમાં લક્ષ્ય ધાર્યું હતું. વ્યાવહારિકહિતકારક શાસ્ત્રો અને અનેક દષ્ટિએ પ્રગટેલ ધર્મશાસ્ત્રને સાર એ છે કે હિતજ્ઞ થવું અને વિશ્વહિતકારક કાર્યોમાં પ્રવૃત્તિ કરવી. લૈકિક વિશ્વહિતકારક પ્રવૃત્તિનું જ્ઞાન અને કેત્તર હિતકારક પ્રવૃત્તિનું જ્ઞાન એમ બે પ્રકારે જ્યારે સમ્યજ્ઞાન થાય છે ત્યારે પિંડ સેવા અને બ્રહ્માંડસેવાના વાસ્તવિક માર્ગોમાં મનુષ્યથી સંચરી શકાય છે. ધાર્મિક નિવૃત્તિ માર્ગ અને ધાર્મિક પ્રવૃત્તિ
For Private And Personal Use Only