________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૩
કરવા પ્રવૃત્તિ કરે છે અને અયકારક પાપી મનુષ્યની શક્તિના સમષ્ટિ બલને જીતી શકાય એવી વિશ્વહિતજ્ઞ મનુષેની સમષ્ટિદ્વારા વિચારે અને આચારેનું ઐક્ય સમષ્ટિબલ વધારે છે. અતએ તેઓ વિશ્વમાં સ્વશ્રેયઃ વિચારે અને આચારોને પરંપરાએ સુવ્યવસ્થા પૂર્વક ચિરંજીવ કરવા સમર્થ બને છે. વિશ્વહિતજ્ઞ થવું એ વિશ્વહિત. પ્રવૃત્તિની યેગ્યતા માટે છે. વિશ્વહિતજ્ઞ થયા વિના જનસમાજના સેવકે, વિશ્વહિતકર અનેક પ્રવૃત્તિમાં પરસ્પર વિરેધત્વ અવધીને અને એક બીજાની પ્રવૃત્તિના ઘાતક બનીને વિશ્વકલ્યાણના નાશક બની શકે છે. વિશ્વહિતકારક કાર્યોનું જ્ઞાન મેળવીને વિશ્વહિતાર્થ કર્મજ્ઞ થયા વિના અનેક રાજાઓએ ભૂતકાળમાં પરસ્પર રાજ્યની પાયમાલીની સાથે સ્વરાજ્યની પાયમાલીકારક બીજે વાવવામાં સ્વજીવનનું નૈક્લ્ય કર્યું હતું. જેમાં વિશ્વહિતાર્થ કર્મશ થઈને તેની પ્રવૃત્તિમાં દઢ રહે છે તેઓ સંપૂર્ણ વિશ્વના રાજા બનીને વિશ્વસામ્રાજ્ય કરવાને અધિકારી બની શકે છે. વિશ્વહિતાર્થકર્મણત્વ દષ્ટિના ઉચ્ચ શિખર પર ચઢ્યા વિના કદાપિ વિશ્વમાં શાન્તિકારક સામ્રાજ્ય સ્થાપી શકાતું નથી. કૈરએ યદિ વિશ્વહિતાર્થ કર્મજ્ઞત્વની અનેક દષ્ટિને સંપ્રાપ્ત કરી હતી તે તેઓ પાંડવોને પાંચ ગામ ઉપર અનેક ગ્રામે આપીને વિશ્વની શાંતિ અને વિશ્વાન્નતિમાં આત્મભાગી બની શકત, પરન્તુ તેવી દષ્ટિ વિના મહાભારતની અવનતિનાં બીજે વવાયાં એમ વિશ્વહિતકર અને દષ્ટિથી વિચાર કરતાં અવબોધાશે. વિશ્વહિતાર્થ કર્મના અનેક પ્રજનનું જે સિકંદરે, શાહબુદિનઘોરીએ અને પૃથુરાજ ચૌહાણ વગેરે રાજાઓએ જ્ઞાન મેળવ્યું હોત તો તેમની ક્ષાત્રકર્મની પ્રવૃત્તિમાં અનેક પ્રકારને સુધારે અને અનેક સુવ્યવસ્થાઓ પ્રગટાવી હોત અને તેથી તેઓ સ્વવિચારેનાં બીજકેને વિશ્વમાં ચિરંજીવી કરી શકયા હતા. વિશ્વહિતાર્થ અનેક સુકાને વ્યાપક દષ્ટિએ યદિ સંપ્રતિ યુરેપમાં મિત્રરાજ અને જર્મનપક્ષીય રાજ્ય અવધ્યાં હોત અને સ્થિરપ્રજ્ઞાથી વિશ્વહિતકર વિચારે અને આચારને સાત્વિક દષ્ટિથી આચારમાં મૂકવા સમર્થ થયાં હેત તે ભયંકર યુદ્ધમાં અનેક સુશક્તિના બળીદાનપૂર્વક પ્રવૃત્તિ કરી શકત નહિ અને અનેક
For Private And Personal Use Only