________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૧
કાર્યપ્રવૃત્તિના મૂલઉ વગેરેને તેઓ જાણતા ન હોવાથી અવનતિમાર્ગપ્રતિ તેઓ સંચરે છે. આર્યો પૂર્વે આર્યાવર્તમાં સર્વ પ્રકારની ઉન્નતિની ઝાહેઝલાલી જોગવતા હતા, પરંતુ જ્યારે તેઓ વિશ્વહિતજ્ઞ ન રહી શક્યા અને સંકુચિતદષ્ટિએ પિંડહિતજ્ઞ બની પરસ્પર વ્યક્તિમહત્ત્વને ભૂલી અને અવગણી રજોગુણવૃત્તિ અને તમોગુણવૃત્તિમાર્ગે સંચર્યા ત્યારે તેઓ પ્રગતિથી પતિત થયા. અએવ વિશ્વહિત થયાવિના વ્યક્તિગત પ્રગતિ સંબંધી કરતાં વા સમષ્ટિગત કાર્યપ્રવૃત્તિ કરતાં પરસ્પર કલેશાદિથી સંઘટ્ટન થવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે. સમષ્ટિગતપ્રગતિકારકકાર્યપ્રવૃત્તિગર્ભમાં વ્યષ્ટિગતપ્રવૃત્તિના ઉપાયે રહેલા હોય છે તે વિશ્વહિતને અવળાવિના અવગત થઈ શકે નહિ એમ નૈશ્ચયિકદષ્ટિના પરમાર્થ સ્વરૂપથી અવધવું. વ્યકિતગતહિતજ્ઞત્વ વસ્તુતઃ સમષ્ટિગતહિતજ્ઞત્વના ગર્ભમાં સમાયેલું છે એમ સમષ્ટિગતહિતવ્યાપક પ્રગતિદષ્ટિએ વિચાર્યથી અવબોધાઈ શકશે. જે મનુષ્ય વિશ્વહિતજ્ઞ અથવા સમષ્ટિહિતજ્ઞ થયા નથી તેઓ વિશ્વગત સામ્રાજ્યશાસનપદ્ધતિ પ્રવૃત્તિના વાસ્તવિક વિશાલનિયમને અવબોધી શકતા નથી અને તે પ્રમાણે તેઓ પ્રવૃત્તિ કરી શકતા નથી. સમષ્ટિગત પરિપૂર્ણહિતજ્ઞત્વ પ્રાપ્ત કર્યા વિના વિશ્વરાજ્યશાસન કાર્યપ્રવૃત્તિની એગ્યતા પ્રાપ્ત થઈ શકતી નથી અને તેમજ અન્ય વિશ્વસામ્રાજ્યજીવનપ્રગતિ કરવ્યાપારાદિપ્રવૃત્તિના, નૈસગિકકર્મયોગદષ્ટિએ વ્યવહારસિદ્ધ આચારે દ્વારા અધિકારી બની શકાતું નથી. અનેકનયસાપેક્ષદષ્ટિએ જે સમગ્ર વિશ્વજીવહિતજ્ઞ થાય છે તેઓ સમષ્ટિવ્યાપક ધર્મકર્મ સામ્રાજ્યપ્રવૃત્તિના અધિકારી બનીને અને અનેકનયસાપેક્ષદષ્ટિએ સમષ્ટિગત સર્વજીવહિતકરધર્મ સામ્રાજ્યપ્રવૃત્તિને આદરી જ્ઞાનગપૂર્વક કર્મચગીના આદર્શજીવનને વિશ્વમાં ચિરંજીવી કરી શકે છે. વિશ્વહિતજ્ઞત્વની પરિપૂર્ણતા પ્રાપ્ત કરવામાં તથા વ્યક્તિગત મહત્તાની પરમાત્મતા પ્રાપ્ત કરવામાં ગ્યપ્રવૃત્તિને સ્વાધિકારે સેવી શકાય છે, અને વિશ્વગત ભવ્યજીવોને સમષ્ટિગતહિતજ્ઞદષ્ટિએ અનેકગ્યપ્રવૃત્તિ વડે પ્રવર્તાવી શકાય છે. વ્યક્તિગતહિતજ્ઞત્વષ્ટિમાં હિતજ્ઞત્વની વૃદ્ધિ યથા યથા વૃદ્ધિ પામે છે
For Private And Personal Use Only