________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૪
સેવે છે તે દુઃખદધિની પાર ઉતરે છે. અનુદ્યમી મનુષ્યા દેશ, સમાજ અને ધર્મને માટે તા ભારભૂત જેવા છે. તેએનાથી સ્વ અને પરનુ શ્રેય: સાધી શકાતું નથી. સ્વકાર્યપ્રવૃત્તિમાં ઉદ્યમ એ સ્વધર્મ છે અને અનુદ્યમ એ પરધર્મ છે. સ્વકાર્યપ્રવૃત્તિના ઉદ્યમમાં મરવું થાય તે સારૂં પરન્તુ તેમાં અનુદ્યમ થાય એ કદાપિ શ્રેયસ્કર નથી. હું મનુષ્ય ! તું સ્વાધિકારે કરવાયેાગ્ય સ્વસ્વકાર્મીમાં સદા ઉદ્યમી બન કે જેથી સાગર ઉલેચનાર ટીંટાડાની પેઠે અન્તે હને સર્વ પ્રકારની સાહાચ્ચે સંપ્રાપ્ત થઈ શકશે. જે કાર્ય કરવાનું હાય છે તેની ચારે ખાજીનુ જ્ઞાન મેળવીને યદિ કાર્યના ઉદ્યમ કરવામાં આવે છે તે પૂર્ણાત્સાહવડે અન્તે વિજય મેળવી શકાય છે એમાં જરા માત્ર શક નથી. જે કાર્ય કરવાનુ છે તેને દ્રવ્યક્ષેત્રકાલ અને ભાવથી સાનુકૂલ અને પ્રતિકૂલ સંચાગેથી તપાસી લેવું જોઇએ. પ્રથમ કર્તવ્ય કાર્યની ખાજીએ તપાસવી જોઇએ. જે કાર્ય કરવામાં આવે છે તે સ્વશક્તિ સાધ્ય છે કે કેમ ? જે કાર્ય કરવામાં આવે છે તેને પૂર્ણસિદ્ધ કરવાની સાનુકૂલ સામગ્રીઓ કઇ છે અને પ્રતિકૂલ સામગ્રીએ કઈ છે? જે કાર્ય કરવામાં આવે છે તેના સંબંધી પૂર્વાપરસ્થિતિનું યથાર્થ સ્વરૂપ શું છે ? જે કાર્ય કરવામાં આવે છે. તેને સિદ્ધ કરવામાં કયા કયા ઉપાચેા લેવાની જરૂર છે ? જે કાર્ય કરવામાં આવે છે તેનું સ્વપરને પરિણામે શું ફૂલ થવાનું છે? જે કાર્ય કરવાનું છે તેમાં હાનિ કરતાં લાભ વિશેષ છે કે કેમ ? જે કાર્ય કરવામાં આવે છે તેમાં ક્ષેત્ર, કાલ અને સહાયક મનુષ્યેાની સાનુકૂલતા છે કે પ્રતિકૂલતા ? જે કાર્ય કરવામાં આવે છે તેમાં જે જે વિઘ્ના ઉત્પન્ન થાય તેને પહાંચી વળવાની સ્વમાં શક્તિ છે કે કેમ? જે કાર્ય કરવામાં આવે છે તેમાં અન્યમનુષ્યે અભિમત છે કે કેમ ? જે કાર્ય કરવામાં આવે છે તેનાથી કોઇને ભૂતકાલમાં લાભ થયા હતા કે કેમ ? જે કાર્ય કરવામાં આવે છે તેને અનુભવ મ્હને કે કેમ ? વા કોઈના ઉપર આધાર રાખવાને સમય છે કે કેમ ? જે કાર્ય કરવામાં આવે છે તેમાં તે તે કાર્યપ્રવૃત્તિયાને સેવનારા અનુભવીએની કઈ કઈ સૂચનાઓ છે તે જાણી છે કે કેમ ? જે કાર્ય કરવામાં આવે છે તેમાં અથથી
For Private And Personal Use Only