________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૨
કાર્યને ઉદ્યમી છે તે ઘણું કાર્ય કરી શકે છે. જે મનુષ્ય સદા સ્વકાર્યમાં ઉદ્યમ કર્યા કરે છે અને પ્રારંભિત કાર્યમાં પ્રાણતે પણ ઉદ્યમને ત્યાગ કરતું નથી તે પ્રાને સ્વકાર્યસિદ્ધિની વિજયતા પાસ કરી શકે છે. પ્રબલવિરૂદ્ધ સંગમાં પણ જે મનુષ્ય જેટલું બને તેટલે ઉદ્યમ સેવીને સ્વકાર્યમાં મચ્ચે રહે છે તે અને સહસ્ત્રધન્યવાદને પાત્ર બને છે. સ્વકાર્યસિદ્ધિને મુખ્યાધાર ઉધમપર છે. અએવ વિચારદીર્ઘપરંપરાસ્ત્રી માત્ર ન બનતાં વિચારની સાથે ઉદ્યમને સેવી કાર્યની સિદ્ધિ કરવી જોઈએ. આલસ્યને નાશ કર્યા વિના ઉદ્યમમાં પ્રવૃત્તિ થઈ શકતી નથી. જે દેશના અને જે સમાજના મનુષ્ય આલસ્યમાં સ્વજીવન નિર્ગમન કરે છે, તેઓ સ્વદેશ અને સ્વસમાજની પડતીનું પાપ સ્વશીર્ષે હરી લે છે અને તેઓ સ્વવર્ગની ભવિષ્યમાં અવનતિ કરાવવાના આરોપી બને છે. જે દેશીયમનુષ્ય માજશેખમાં મસ્ત બને છે તેઓ સ્વદેશ અને સ્વધર્મ તથા સમાજને નાશ કરી દે છે. અનુઘમી મનુષ્ય અનેક પ્રકારનાં માનસિક પાપને એવી શકે છે અને તે વિશ્વમાં અન્યાય રીતે દરપૂતિ કરવાની વૃત્તિને ભાગી બને છે. ઉદ્યમથી યુરોપ વગેરે દેશના મનુષ્ય સ્વકર્તવ્યપરાયણ થઈને વિશ્વમાં આજીવિકાના સૂત્રોના પ્રવર્તક બન્યા છે. કાળા માથાને માનવી શું ન કરી શકે એ કહેવતને ખ્યાલ કરીને સદા ઉદ્યમમાં મચ્યા રહેવું અને સ્વફરજે જે જે કર્તવ્ય કાર્યો હોય તેઓને કરવાં એજ પ્રગતિમાર્ગમાં સંચરવાને મુખ્યપાય છે. વિશ્વમાં વિદ્યા, કલા, ક્ષાત્રકર્મ, વ્યાપાર અને સેવા વગેરે કર્મોમાં ઉદ્યમીજાએ નામના મેળવી છે અને તેઓએ વિશ્વમાં ઇતિહાસના પાને પિતાનાં નામે અમર કર્યા છે. પશુઓ અને પંખીએમાં પણ જે ઉદ્યમી છે તે સ્વાસ્તિત્વસંરક્ષાદિ પ્રવૃત્તિને સેવતાં અને તેમાં વિજય પામતાં જણાય છે. અમેરિકાના પ્રખ્યાત શોધક એસનના ઉદ્યમને ખ્યાલ કરે જોઈએ, પ્રખ્યાત શોધક એડી. સન એક ક્ષણમાત્ર પણ ઉદ્યમ વિના નકામો ગાળો નથી. તે સ્વકાર્ય પ્રવૃત્તિમાં એટલે બધે પૂર્ણત્સાહથી મચે રહે છે કે તેની સાથે વાત કરવાને પણ અગાઉથી સમય નક્કી કરે
For Private And Personal Use Only