________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૮ આમન્નતિના શિખરે જ્યારે ત્યારે પણ વિરાજ્યા વિના રહેતું નથી. આ વિશ્વમાં સૂફમનિરીક્ષણ કરી વિલકવામાં આવશે તે આત્મન્નતિનું મૂળ વિવેક છે એમ નિશ્ચય થયા વિના રહેનાર નથી. સુખસાગરને પાર પામવા માટે વિવેક એ મેટી સ્ટીમર છે. આ વિશ્વમાં સત્ય સુખના માર્ગમાં વિહરતાં વિવેક એ મહાલાઈટની ગરજસારે છે. વિવેકપૂર્વક જે જે કાર્યપ્રવૃત્તિ કરાય છે તેમાં અવશ્ય લાભની પ્રાપ્તિ થાય છે. વિવેકપૂર્વક પ્રત્યેક કાર્યપ્રવૃત્તિ કરતાં આત્મોન્નતિક્રમમાં વિદ્યુગે ગમન કરી શકાય છે. વિશેષ લાભ અને કર્તવ્યની ખરેખર પરિતઃ સંગોની પરિસ્થિતિ તપાસી જે નિશ્ચય કરે તે વિવેકથી થાય છે. આત્માની શક્તિની મર્યાદા બહિરનું કાર્ય ખરેખર વિવેક જાગ્રસ્ત થયા પશ્ચાત્ કરાતું નથી. આત્માની શકિતના અનુસાર અમુક કાર્યપ્રવૃત્તિને સ્વસ્વાધિકારે સેવવાગ્ય છે એમ વિવેકથી નિશ્ચય કરી શકાય છે. અએવ ભવ્યમનુષ્યએ કાર્યપ્રવૃત્તિ કરતાં વિવેકથી તેને વિચાર કરવો જોઈએ. વિવેકવિના આચાર અને વિચારેમાં અનેક પ્રકારના ઘોટાળા થયા કરે છે. જે દેશના અને જે ધર્મના મનુષ્યમાં વિશેષ પ્રમાણમાં વિવેક જાગ્રત્ થએલે હોય છે તે દેશની અને તે ધર્મની તે પ્રમાણમાં વિશ્વમાં ઝાહેઝલાલી પ્રગટી નીકળે છે. વિવેકપૂર્વક સ્વયેગ્ય કાર્યપ્રવૃતિ કરતાં કદાપિ પશ્ચાત્તાપપાત્ર બની શકાતું નથી અને તેમજ આત્માની શક્તિને નકામે નાશ તથા દુરૂપયોગ થઈ શકતું નથી. જેમ જેમ મનુષ્ય સર્વત્ર સર્વ બાબતમાં સ્વાધિકારે વિવેકપૂર્વક પ્રવૃત્તિ કરે છે તેમ તેમ તે સ્વીકાર્યસિદ્ધિમાં અનેક વિદનેથી મુક્ત થાય છે. ભારતીય અનેક ક્ષત્રિયનૃપતિએ વિવેકવિના અનેક દેશરાજ્યધર્મહાનિકરયુદ્ધ કરીને ભારતની અવનતિ કરી તેની સાક્ષી ખરેખર ઈતિહાસ પૂરે છે. કોરએ વિવેકપૂર્વક વિચાર કર્યો હતો તે તે કદાપિ પાંડવોની સાથે યુદ્ધ કરત નહિ. રાવણે વિવેકપૂર્વક વિચાર કર્યો હતો તે કદાપિ તે રામની સાથે યુદ્ધ કરીને રાજ્ય અને સ્વજાતિસામ્રાજયને નાશ કરત નહિ. મુંજરાજે વિવેકપૂર્વક વિચાર કરીને સ્વપ્રધાનની સલાહ માની હતી તે કદાપિ તૈલંગનૃપતિ સાથે યુદ્ધ કરત નહિ. અને તેમજ છેવટની સલાહ પ્રમાણે
For Private And Personal Use Only