________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧પ૭ સામે ધર્મની રક્ષા કરવી અને સ્વગુરૂઆદિની સેવાભક્તિ કરવી, ઇત્યાદિ ધર્મકર્મપ્રવૃત્તિમાં વીરતાવિના કંઈપણ શ્રેય પરિણામ પ્રાપ્ત કરી શકાય નહીં. નિર્વીર્યમનુષ્ય સંસારમાં અને ધર્મમાં કંઇપણ ઉત્તમકાર્યપ્રવૃત્તિને સેવવા સમર્થ થઈ શક્તા નથી. નિર્વીર્યમનુષ્યની મિત્રીથી કેઈનું કલ્યાણ થઈ શકતું નથી, ઉલટું પ્રાણુને નાશ થવાને સમય પ્રાપ્ત થાય છે. જે મનુષ્યમાં વીરતા છે તે શક્તિ ફેરવીને સ્વકાર્યપ્રવૃત્તિમાં અનેક વિદ્વસંતોષીઓ સામે ઉભે રહી સ્વકાર્યપ્રવૃત્તિનું સંરક્ષણ કરે છે અને તે કર્તવ્ય કર્મપ્રવૃત્તિક્ષેત્રમાં ઉભું રહી અનેકતાપ સહી સ્વકાર્યની પૂર્ણતા કરે છે. આર્યાવર્તના વીરમનુષ્યના ચરિત્ર અવલેકવાથી સ્પષ્ટ થાય છે કે તેઓએ જે કાર્યો કર્યો છે તે સર્વે વિરતાથી કર્યો છે. પાશ્ચાત્ય દેશોના ઇતિહાસ અવલોકશે તે તે તે દેશની ઉન્નતિમાં વીરમનુષ્યની વીરતાજ કારણભૂત સમજાય છે. કઈ પણ ધર્મના સંસ્થાપકનું ચરિત્ર અવલેકશે તે તેમાં વીરતા તે તેના સર્વગુણના શીર્ષે વિરાજમાન થએલી દેખાશે. કર્તવ્ય કર્મપ્રવૃત્તિમાં જે વીર છે તે એગ્ય અધિકારી છે એમ અનેક દષ્ટાન્ત અને સિદ્ધાંતથી સિદ્ધ થાય છે. અતએવ કર્તવ્ય કર્મપ્રવૃત્તિમાં વરતાયુક્ત વીરમનુષ્યની આવશ્યકતા સિદ્ધ કરે છે. ધૈર્ય અને વીરતાનુણની સાથે વિવેકગુણની કર્તવ્યકર્મપ્રવૃત્તિમાં અત્યંત જરૂર છે. કર્તવ્યકર્મપ્રવૃત્તિમાં વિવેકવિના એક ક્ષણમાત્ર પણ ચાલી શકે તેમ નથી. વિવેક એ દશમનિધિ છે. પૈર્યવીરતા આદિ અનેક ગુણવડે મનુષ્ય, કર્તવ્યકર્મપ્રવૃત્તિ કરે તેપણુ લુણવિનાનું જેવું ભેજન, નાસિકાવિનાનું મુખ અને વાસવિનાનું જેવું પુષ્પ તેવી વિવેકવિના સ્થિતિ પ્રાપ્ત થાય છે. વિવેકવિના વિશ્વમાં કેઈપણ કાર્ય કરવામાં આવે તે પણ તેની સફલતા થતી નથી. વિવેકપૂર્વક જે કર્મપ્રવૃત્તિ થાય છે તે વિશ્વમાં સફલ અને ઉપાગી બની શકે છે. વિવેકવિનાની સર્વ કાર્યપ્રવૃત્તિ ખરેખર મયૂરપૃષ્ઠભાગવત શભા પામી શકે છે. વિવેકવિનાને મનુષ્ય પશુ સમાન ગણાય છે, અને તે વિશ્વમાં શોભી શકતું નથી તે તેની લોકિકકાર્યપ્રવૃત્તિ અને કેત્તર કાર્યપ્રવૃત્તિ કેવી રીતે શેભાને પામે વારું? અલબત ન પામી શકે. જે મનુષ્યમાં વિવેક પ્રાપ્ત થયું હોય છે તે
For Private And Personal Use Only