________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૭
સીડી અને દરવાજો છે. સદાશયત્વ એ પ્રભુને પ્રાપ્ત કરવાની કુંચી છે. સદાશયત્વવડે વિશ્વમાં સર્વત્ર સદ્ગુણાનાં દ્વાર ખુલ્લાં થાય છે. સદાશયની ભાવનાવડે યુક્ત થઇને કોઇ પણ કાર્ય કરતાં પ્રગતિ માર્ગમાં વિરાધ આવતા નથી. સદાશયથી કરેલું કાર્ય સ્વક્જે ઉત્તમ પ્રગતિને સમર્પે છે. અતએવ સદાશયી મનુષ્યને કાર્યપ્રવૃત્તિના અધિકાર છે. ઉદારત્વ અને સદાશયત્વવડે સંસાર વ્યવહારયેાગ્ય કર્મપ્રવૃત્તિ કરતાં આન્તરનિર્લેપતાએ સાંસારિક જીવનવહનસાથે પરમાત્મ પદ્મ પ્રાપ્તિમાં અગ્રગતિ કરી શકાય છે. જેનામાં ઉદાર ભાવના અને સદાશયત્વ ખીલે છે તે આત્માન્નતિના ક્રમમાં વધતા જાય છે અને કર્મપ્રવૃત્તિને બાહ્યથી આચરતા જાય છે. જે મનુષ્ય માહથી મારે શું શું કરવું જોઈએ તે જાણતા નથી, સ્વાધિકાર પ્રમાણે કયાં કયાં કાર્યાં કર્તવ્ય છે? દ્રવ્યક્ષેત્રકાલભાવથી ખાદ્ય અને અન્તર્થી મારી કેવી સ્થિતિ છે ? સાનુકુલ સામગ્રીએ મારી પાસે કઈ કઈ છે ? તે જે જાણતા નથી, જેની મતિ સ્વાધિકાર કર્તવ્ય કાર્યોંમાં મુંઝાય છે અને તેમજ જેની મતિ સઢિગ્ધ રહે છે તે કાર્ય કરવાને લાયક નથી. જે મનુષ્ય પાતાના કર્તવ્યકમના અધિકાર જાણી શકતે નથી તે ગમે તે કાર્યમાં પ્રવૃત્તિ કરે તથાપિ તે સંદિગ્ધમતિથી કર્તવ્યકાર્યથી પરા ખ રહે એમ અવમેધવું. જે મનુષ્ય શું શું કર્મ કરવાને હું શક્તિમાન છું એમ પરિતઃ પ્રાપ્તપરિસ્થિતિયાથી અવખાધે છે તે કાર્ય કરવાને ચાગ્ય ઠરે છે. જેની મતિ સ્વાધિકારે દ્રવ્યક્ષેત્રકાલભાવ પ્રમાણે કાર્ય કરવામાં મુંઝાતી નથી અને નિશ્ચય પરિણામને ભજે છે તે મનુષ્ય કાર્ય કરવાના અધિકારી બને છે. જે મનુષ્ય આત્મકલ્યાણમાં નિશ્ચયબુદ્ધિથી પ્રવર્તે છે તે મનુષ્ય બ્યાવહારિકલાકિકકાર્યપ્રવૃત્તિમાં પણ નિશ્ચયતઃ પ્રવર્તે છે. અનિશ્ચય બુદ્ધિથી કોઈ પણ કાર્ય કરવામાં નિશ્ચયપૂર્વક પ્રવૃત્તિ થઈ શકતી નથી અને નિશ્ચયપૂર્વક કાર્ય પ્રવૃત્તિ વિના કાર્યની સિદ્ધિ થઇ શકતી નથી. અનિશ્ચય બુદ્ધિમાન્ મનુષ્ય કોઇ પણુ કર્રબ્યકર્મ પ્રવૃત્તિથી વિજય મેળવી શકતા નથી. જે મનુષ્ય, કાર્યપ્રવૃત્તિમાં સંદિગ્ધ મતિને ધારણ કરે છે તેનામાં કાર્ય કરવાનું પૂરતું આત્મબળ ખીલી શકતું નથી.
For Private And Personal Use Only