________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૬ માનવામાં અનુભવ જ્ઞાનની આવશ્યકતા સિદ્ધ ઠરે છે. ઉદારત્વ અને સદાશયત્વ એ બન્ને ઈશ્વરનાં શુભવ્યાપકલક્ષણે છે. ઉદારત્વ અને સદાશયત્વમાં જેમ જેમ આત્મા વૃદ્ધિ પામે છે તેમ તેમ તે શુભેશ્વરનાં મહાવ્યાપકરૂપને પ્રાપ્ત કરતે જાય છે. જેનામાં ઉદારત્વ હોય છે તેનામાં સદાશયત્વ હોય છે. સદાશયની વૃદ્ધિથી મનુષ્ય પરમેશ્વરના મહાવ્યાપક રૂપમાં લીન થઈને અનન્તતામાં સમાઈ જાય છે. અતએ સદાશયી મનુષ્ય વસ્તુતઃ પ્રત્યેક કાર્યની પ્રવૃત્તિ કરવાને
ગ્ય ઠરે છે. સદાશથી મનુષ્ય જે જે કાર્યમાં પ્રવર્તે છે તેમાં તેના સારા આશયથી આન્તરદષ્ટિએ પ્રગતિમાર્ગમાંજ વહે છે. ગમે તે વિશ્વમાં મહાન મનુષ્ય ગણાતે હેય તથાપિ તેના હૃદયમાં યદિ રૂડા આશ નથી રહેતા તે તે આન્તરિકદષ્ટિએ ઈશ્વરત્વ પ્રાપ્ત કરવાને અધિકારી બની શકતું નથી. ગમે તેવો વિશ્વમાં લઘુમનુષ્ય ગણતા હોય અને નીચપદપર નિયુક્ત થએલ હોય તથા અન્ય જાદિ વર્ણાશ્રમ ધર્મપ્રમાણે કાર્ય કરનારે હોય, પરંતુ અન્તરમાં યદિ તે રૂડા આશાની ભાવનાઓથી પરિપૂર્ણ ખીલતે હોય તે તે ખરેખર આન્તરિકદષ્ટિએ પ્રભુપદ પ્રાપ્ત કરવામાં મહાન છે એમ અવધવું. સદાશયવિના આત્માની આન્તરપ્રગતિ તે થઈ શકતી નથી અને કદાપિ માને કે બાહ્યની પ્રગતિમાં મનુષ્ય સદાશયી સામાન્યતઃ હીન હોય તે પણ આન્તરપ્રગતિથી તે બાહ્યકર્મમાં અલિપ્ત રહેવાથી વસ્તુતઃ તેની ઉચ્ચતા–મહત્તા છેજ. મનુષ્ય બહાપ્રગતિમાં ઉચ્ચ હોય તે પણ સદાશયવિના વસ્તુતઃ તે ઉચ્ચ નથી, કારણ કે સદાશય વિનાની કાર્ય પ્રવૃત્તિથી ઉચ્ચતાને પ્રાસાદ ક્ષણમાત્ર સ્થાયી રહી શકે છે. સદાશથી મનુષ્ય ખરેખર આન્તરિકઉચ્ચદ્વવ્યાપકભાવનાથી બાહ્ય સ્થિતિના સ્વાધિકારે ગમે તે કાર્યની પ્રવૃત્તિ કરતે હોય તથાપિ તે સ્વફરજની કર્તવ્ય દિશામાં ગ્ય અધિકારી ઠરી શકે છે. બાહાકર્તવ્યકર્મોમાં આન્તરિકસદાશય વિના એક ક્ષણમાત્ર પણ ધર્મ
જીવન જીવી શકાય નહિ. અએવ સુજ્ઞ મનુષ્યએ આવશ્યક પ્રત્યેક કાર્ય કરતાં સદાશયત્વને ધારી કર્મયોગની ગ્યતાને સંપ્રાપ્ત કરવી જોઈએ. સદાશયત્વ એ ઈશ્વરની શક્તિ છે. સદાશય એ સ્વર્ગની
For Private And Personal Use Only