________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૧
સંવત ચલાવી શકતા નહિ. ઈશુ ક્રાઈસ્ટે યદિ શૈલીપર આરોહણ કરતાં ભયને ધારણ કર્યો હોત અને દીનતા દાખવી હોત તે પિતાના નામને સન ચલાવી શકતા નહિ. શ્રી મહાવીર પ્રભુએ દેવતા, મનુષ્ય અને તિર્યથી અનેક ઉપસર્ગોને સહન કર્યા અને આત્મધ્યાન ધરી કેવલજ્ઞાન પામી તીર્થંકર પદથી વિભૂષિત થઈ પરમાત્મપદને પ્રાપ્ત કર્યું તેમાં તેમની નિર્ભયતા એજ વસ્તુતઃ સેવવા યોગ્ય છે. નિર્ભય બન્યા વિના દેવતાઈ સાહાય મળતી નથી. નિર્ભય મનુષ્યનું મરણ શ્રેયસ્કર છે. પરન્તુ ભયભીત મનુષ્યનું સ્વકાર્ય કરતાં જીવવું પણ અશ્રેયસ્કર છે. જે મનુષ્ય કઈ પણ કાર્ય કરતાં મૃત્યુ, પ્રાણ, અને કીતિ વગેરેની સ્પૃહા રાખતું નથી અને સ્વીકાર્યપ્રવૃત્તિ ફરજમાં વહ્યા કરે છે તેનું જીવવું વસ્તુતઃ ઉપાગી છે. આત્મા વિનાની પરવસ્તુમાં યદિ અહેમમત્વની વાસના હોય છે તેજ ભય સંજ્ઞાના અધીન થવાય છે, પરંતુ જે કર્મયોગીઓએ પરવસ્તુવડે જીવવું તે બ્રાન્તિ છે એવું માનીને ગબળે, અને જ્ઞાનબળે, ભયની વાસનાને સર્વથા ક્ષય કર્યો છે તેઓજ વાસ્તવિકનિયદશાને સંપ્રાપ્ત કરી શકે છે અને કર્મયોગના અતિમહત્વપદમાં પ્રવેશ કરી નિર્લેપચેગ્યતાને પ્રાપ્ત કરી શકે છે. જે જે અંશે આત્મજ્ઞાની વિર મનુષ્ય નિર્ભય થાય છે તે તે અંશે તે કાર્યકરણશક્તિને પ્રાપ્ત કરી સ્વાધિકારમાં યોગ્ય થતું જાય છે. જે મનુષ્ય કાર્ય કરવામાં નિર્ભય થાય છે તે સ્વાધિકાર પ્રવૃત્તિમાં ઉત્પન્ન થતા શ્રેષને પણ ત્યાજ્ય કરવા શક્તિમાન થાય છે. જેને કોઈનાથી ભય નથી તેને કેઈના પર દ્વેષ કરવાનું કારણ રહેતું નથી. ભય-દ્વેષને પરસ્પર નિકટ સંબંધ છે. જ્યારે પરવસ્તુઓદ્વારા આત્માને ભય રહેતું નથી ત્યારે તે સમયે પરસ્પર દ્વેષ કરવાનું કારણ રહેતું નથી. જ્યારે પોતાનું અહિત કરવા અન્ય મનુષ્ય સમર્થ નથી એમ દઢ નિશ્ચયપૂર્વક જ્ઞાન થાય છે ત્યારે અન્ય છેપર દ્વેષ થતું નથી. ખેદ–ભય અને દ્વેષથી આત્માનું વીર્ય ટળી જાય છે અને પ્રારંભિત કાર્યમાં યથાયોગ્ય પ્રવૃત્તિ પણ કરી શકાતી નથી. આત્માની શક્તિને પ્રકટ થતાંજ ક્ષય કરનાર, ભય-ખેદ અને દ્વેષ છે. શ્રેષના પરિણામથી ગમે તે કર્મયોગીવર પણ સહસ
For Private And Personal Use Only