________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૭ વાથી લક્ષ્મીભૂત પ્રારંભિત કાર્યને વચમાંથી ત્યજી દે છે અથવા પ્રારંભિત કાર્યને ત્યાગ કરી અસ્થિરાશયને અન્ય કાર્યની પ્રવૃત્તિ કરીને પુનઃ તેમાંથી પણ ભ્રષ્ટ થઈ અન્ય કાર્ય પ્રારંભી ઉભયભ્રષ્ટદશા સમ સ્વપ્રવૃત્તિને કરે છે. અનેક પ્રકારના સાનુકુલ વા પ્રતિકુલ સંયેગમાં સ્થિર પ્રજ્ઞાવડે સ્થિરાશય કર્યાવિના ગમે તે પક્ષ પ્રતિ ઢળી જવાનું ગમેતે મનુષ્યને થાય છે. ચેડા મહારાજે યુદ્ધના ચરમભાગ પર્યન્ત સ્વાશયને સ્થિર કર્યો હતે, તેથી તેમના ક્ષાકર્મની પ્રશંસા ખરેખર ઈન્દ્રાદિકેએ કરી હતી. મહારાણા પ્રતાપ અને શિવાજીએ સ્વસિથરાશયથી છેવટે અતિમ સાધ્યબિન્દુ સિદ્ધ કર્યું હતું. ધન્નાકુમારે અનશનવ્રત પ્રસંગે સ્વપ્રતિજ્ઞાના સ્થિરાશયને સર નહિ તેથી તેમને સિદ્ધિની પ્રાપ્તિ ન થતાં તેમણે સ્વર્ગગમન કર્યું હતું. જ્ઞાની હોય તે પણ અમુક કાર્ય કરતાં સ્થિરાશય વિના એક ક્ષણ માત્ર ઉભું રહી શકાય તેમ નથી. સર્વ કાર્ય કરવામાં જે આશયથી સાધ્યબિન્દુ ધાર્યું હોય તે આશયેનું એકસરખી રીતે પ્રવહન થતું હોય છે તેજ કાર્યની સિદ્ધિમાં પ્રખ્યાતિને પ્રાપ્ત કરી શકાય છે. શ્રી હેમચંદ્રપ્રભુએ સ્થિરાશયી બની ગુર્જરદેશનુપતિ કુમારપાલને જૈન બનાવ્યું હતું. જેના આશયે ઉચ્ચ અને સ્થિર છે તેની વચન અને કાયાની પ્રવૃત્તિ પણ ઉચ્ચ અને સ્થિર થાય છે. અમુક જ્ઞાની મનુષ્ય સ્વકર્તવ્યકાર્યમાં વિજ્યશ્રી પ્રાપ્ત કરશે વા નહિ કરે? તે પ્રશ્નને ઉત્તર સ્થિરાશના જ્ઞાનથી આપી શકાય છે. જેના આશય ક્ષણે ક્ષણે બદલાતા હોય તે મનુષ્ય ગમે તે જ્ઞાની હેય તથાપિ તે વિશ્વમાં કોઈ કાર્યમાં વિજય પ્રાપ્ત કરી શકતું નથી. અએવ સ્વાધિકારે કર્તવ્યાવશ્યક કાર્યોને કરવામાં સ્થિરાશયની અત્યંત આવશ્યક્તા છે એમ પ્રત્યેકમનુષ્ય નિશ્ચય કરીને સ્થિરાશયી બનવું જોઈએ. જન અને વિતરાય એ બેગુણવડે મનુષ્ય યુક્ત હોય છે તે પણ તેને અન્યગુણેની કર્મપ્રવૃત્તિમાં જરૂર પડે છે. જ્ઞાન અને થિરા મનુષ્ય યદિ શાન્ત હોય છે તે જ તે કાર્યની સિદ્ધિમાં આગળ વધી શકે છે. જ્ઞાન હોય અને સ્થિરાશય હોય તે પણ ક્રોધાદિકને ઉપશમાવીને શક્તિ પ્રાપ્ત કર્યા વિના પ્રત્યેક કર્મ કરતાં અનેક પ્રતિકુલ મનુષ્યના
૧૮
For Private And Personal Use Only