________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬ પણ દેશ, સમાજ, સંઘ અને વ્યક્તિની પ્રગતિ થએલી અનુભવવામાં આવી શકતી નથી. જે દેશ વિદ્યાજ્ઞાનમાં આગળ છે તે સર્વ બાબતેની પ્રગતિમાં અગ્રગણ્ય હોય છે અથવા થાય છે. અભયકુમારાદિઓએ જ્ઞાનવડે સ્વાધિકાગ્યકાર્યમાં વિજય મેળવ્યું હતું. યદા આર્યદેશ વિદ્યાન્નતિમાં સર્વ દેશે કરતાં અગ્રગણ્ય હતું, ત્યારે આર્યદેશના મનુષ્ય સર્વ પ્રકારે ઉન્નતદશામાં હતા. આર્યાવર્તમાં જે જે ધર્મે સર્વત્ર વ્યાપક થયા હતા તે તે સમયે તે ધર્મના મનુષ્ય વિદ્યાજ્ઞાનમાં પરિપૂર્ણપ્રગતિએ પહોંચ્યા હતા. જ્ઞાનવિના કર્મયોગીની પદવી પ્રાપ્ત કરવી એ આકાશકુસુમવત્ અવધવું. જ્ઞાન એ આત્માની વાસ્તવિક શકિત છે તેથી મનુષ્ય ત્રણ ભુવનને અધિપતિ બનવાની યેગ્યકાર્ય પ્રવૃત્તિને કરી શકે છે. પાર્વીય અને પાશ્ચાત્ય દેશીયમનુષ્ય યદા યદા જ્ઞાનમાર્ગમાં પ્રખર વિહાર કરે છે ત્યારે તેઓ આત્મોન્નતિકારક અનેકધા કર્મયોગમંત્રતંત્રયોને પ્રાપ્ત કરી વિશ્વના સ્થલળ્યાવહારિક ધર્મકર્મસામ્રાજ્યમાં સ્વનામની ખ્યાતિને ચિરંજીવી બનાવી શકે છે. પરસ્પર નાનાદેશીય અનેકધા ધર્મકર્મ પ્રગતિ સમયમાં જ્ઞાનપૂર્વક ગ્રાહ્મવિચિત્રકરણયકોને પ્રવૃત્તિમાર્ગને માન આપી કર્તવ્યની આવશ્યકતા સ્વીકારી જેએ ક્ષણમાત્ર પણ પ્રમત્ત બનતા નથી તેઓ વિશ્વબ્રહ્માંડની અમુક વ્યક્તિ અને સમાજ તરીકે સ્વાસ્તિત્વસંરક્ષાકારક પ્રગતિ તથા સ્વજીવનસ્વાતંત્ર્ય વિચારનું અસ્તિત્વ સંરક્ષાકારકયોગ્ય પ્રગતિ કરવા શક્તિમાન થાય છે. અએવ સ્વપિંડ જીવનમાં શ્વાસેલ્ફીસ પ્રાણવત્ આવશ્યકજ્ઞાનને અવધી પ્રત્યેક કર્મયેગીએ ક્ષણે ક્ષણે અભિનવજ્ઞાનની પ્રાપ્તિપૂર્વક કર્મયેગના અધિકારી બનવું જોઈએ. જ્ઞાની વાસ્તવિકરીત્યા કર્મવેગને આચરવા શક્તિમાન થાય છે તેથી કર્મના અધિકારી બનવા માટે જ્ઞાનની પરિપૂર્ણ ઉપયોગિતાને નિશ્ચય કરી જ્ઞાનીનું પ્રથમ ગ્રહણ કર્યું છે. જે જ્ઞાની હોય છે તે સ્થિરાશયી બની શકે છે. જેના આશયે રિથર રહેતા નથી તે ક્ષણિક આશયી કથાય છે. સિથિર પ્રજ્ઞાવડે સ્થિરાશય કર્યા વિના કદાપિ કર્તવ્ય કાર્યની પ્રવૃત્તિમાં સ્થિર રહી શકાતું નથી. જેના અસ્થિર આશયે છે તેની પ્રવૃત્તિમાં પણ ક્ષણિકતા તથા અસ્થિરતા રહે
For Private And Personal Use Only