________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮
પ્રસંગે કાર્યના વિજયરંગમાં ભંગ પડવાને સંભવ ઉઠે છે. કેધાદિક કષાયોને શાન્ત કર્યા વિના જે કાર્યને જ્ઞાન તથા સ્થિરાશયપૂર્વક સિદ્ધ કરવા ધાર્યું હોય છે તેમાં અનેક વિને ઉપસ્થિત થાય છે. શાન્ત મનુષ્ય પોતાની મન, વાણી અને કાયાની ચેષ્ટાપર કાબુ મેળવી શાન્તિપૂર્વક પ્રત્યેક કાર્યને પાર પાડવામાં વિજયશાલી બને છે. અશાન્તિથી પ્રારંભિતકોમાં ક્રોધાદિક દેશે અનેક શત્રુઓ પ્રગટાવી શકાય છે અને શાન્તિપૂર્વક કાર્યો કરવાની ટેવથી શત્રુઓને પણ મિત્ર બનાવીને કાર્યની સિદ્ધિ કરી શકાય છે. ક્રોધાદિકની તીવ્ર લાગણીઓને શાન્ત કર્યા વિના મગજની સમતલતા સાચવી શકાતી નથી અને મગજની સમતલતા રાખ્યા વિના સ્વકાર્યપ્રવૃત્તિમાં અનેક વિષમસંગોને જીતી શકાતા નથી. આત્મબલને ફેરવ્યા વિના શાન્તિપૂર્વક કાર્ય કરવાની શક્તિને પ્રાપ્ત કરી શકાતી નથી, અતએ આત્મબલ ફેરવીને પ્રત્યેક કાર્યને શાન્તિપૂર્વક કરવાથી તે કાર્ય ત્વરિત સિદ્ધ થાય છે. શાન્તમનુષ્ય પ્રત્યેક કાર્ય કરતી વેળાએ શાન્તિ રાખીને કાર્ય કરવામાં વિશેષ ઉપયેગી બને છે અને તે આત્માપર આવતાં આવરણને હઠાવવાપૂર્વક કાર્યની સિદ્ધિમાં વિજયવર માલને પ્રાપ્ત કરે છે, અતએ શાન્ત એ વિશેષણ ઉપગી તરીકે અવબોધવું. જે મનુષ્યોએ ભૂતકાળમાં આ વિશ્વમાં અપૂર્વ મહતકાર્યો કર્યા હતાં તેઓ અત્યત શાન્ત હતા. ભીષ્મપિતામહ અને અર્જુન વગેરે કર્મયોગીઓ સ્વીકાર્યપ્રવૃત્તિમાં મનવચન અને કાયાથી શાન્તિનું સેવન કરતા હતા. નેપોલીયન બોનાપાર્ટ વગેરે ક્ષાત્રવીરકર્મયેગીઓ યુદ્ધાદિ પ્રસંગે શાતિપૂર્વક કાર્ય કરતા હતા અને તેથી તેઓ બારીક મામલામાં પણ અનેક પ્રાસંગિકયુક્તિપ્રયુક્તિને શોધી કહાડતા હતા. શાન્તતાના બળે બાહ્ય પ્રસંગેની મનપર અસર ન થવા દેવાથી અને કોધાદિક કષાની મનપર અસર ન થવા દેવાથી કાર્યસિદ્ધિ કરી શકાય છે. શાન્તપણાથી જે જે કાર્ય કરવામાં આવે છે તેમાં જનાઓ પૂર્વક સુવ્યવસ્થિત સામગ્રીઓ ભેગી કરીને કાર્યમાં પ્રવૃત્તિ કરી શકાય છે. વિશ્વમાં પૂર્વે જે જે વીરપુરૂષે થયા તેઓએ સ્વકાર્યપ્રવૃત્તિમાં અપૂર્વ શાન્તિને સેવી હતી એમ તેઓના ઐતિહાસિક ચરિતપરથી અવબોધાય છે. જે મનુષ્ય આત્મ
For Private And Personal Use Only