________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૭ છે. વિરતિની બહિર જઈ અવિરતિ ભાવમાં ગમન કર્યું હોય તેનાથી પાછા ફરીને વાસ્તવિક વિરતિ તરફ પ્રવૃત્તિ કરવી તે પ્રતિક્રમણ છે. આત્માના શુદ્ધધર્મની રમણતામાંથી બહિર્મુખવૃત્તિ કરીને અશુદ્ધધર્મમાં રમણતા કરી હોય તે અશુદ્ધધર્મને નિન્દીને અને ગહને આત્માના શુદ્ધ ધર્મમાં રમણતા કરવા જે પ્રવૃત્તિ કરવી તે પ્રતિક્રમણ છે. વિભાવદશામાંથી પાછા હઠીને સ્વભાવ દશામાં આવાગમન કરવું તે પ્રતિકમણ છે. રાગ દ્વેષની સવિકલ્પ દશામાંથી નિવિકલ્પ દશામાં આવવું તે પ્રતિક્રમણ છે. ઉપાધિમાંથી પાછા હઠીને નિરૂપાધિ દશામાં આવવું તે પ્રતિકમણ છે. મનની ચંચલતાથી પાછા હઠીને સ્થિરતામાં પ્રવેશ કરે તે પ્રતિકમણ છે. આર્તધ્યાન અને રદ્રધ્યાનથી પાછા હઠીને ધર્મધ્યાનાદિમાં રમવું તે પ્રતિક્રમણ છે. ભય-ખેદ અને દ્વેષના વિચારેથી પાછા હઠીને આત્માના શુદ્ધપગમાં રમવું તે પ્રતિકમણ છે એમ સાપેક્ષપણે વિચારવું.
કૃષ્ણલેશ્યાદિ અશુભ લેશ્યાઓના વિચારે થયા હોય તે તેઓને નિન્દવા-ગર્હવા અને કૃષ્ણાદિ લેશ્યાઓથી પાછા ફરી શુભલેશ્યાના વિચારે તરફ ગમન કરવું તે પ્રતિક્રમણ છે. દગા, પ્રપંચ અને પાખંડથી નિવૃત્ત થઈ સન્માર્ગમાં આવવું તે પ્રતિકમણ છે. મનુષ્ય ભૂલને પાત્ર છે. ગમે તે પણ મનુષ્ય ગમે તે જાતને દોષ કરી શકે છે, માટે મનથકી જે જે ખરાબ વિચારે થયા હોય તેનાથી પાછા હઠવા રૂપ પ્રતિક્રમણ કરવાની ખાસ જરૂર છે. મનમાં અનેક જાતનાં શુભાશુભ વિચારોનાં પરિવર્તન થયા કરે છે. મનમાં કામાદિ અશુભ વિચાર આવ્યા હોય તે તેથી પાછા હઠીને શુભ વિચારમાં પ્રવેશ કરવારૂપ પ્રતિક્રમણ કરવાની ખાસ જરૂર છે. “દુનિયામાં મનુષ્ય વગેરેના સમાગમમાં આવતાં છતાં જલમાં કમળની પેઠે રાગદ્વેષના વિચારોથી નિર્લેપ રહીને કર્મયેગીના કાર્યો કરતાં છતાં જ્ઞાનગથી શુભાશુભ ફલની ઈચ્છા રાખ્યા વિના રહેવું જોઈએ.” આવી સ્વાધિકાર પ્રમાણે સ્થિતિ ન અદા કરી હોય અને તેમાં જે જે દેશે કર્યા હોય તેની આલોચના કરીને પિતાની સ્વાધિકારની ફરજ પ્રમાણે પુનઃ પ્રવૃત્તિ કરવી એ પ્રતિકમણ છે. જ્ઞાનગીએ પિતાના અધિકાર
For Private And Personal Use Only