________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૬
પાછા ફરીને સમભાવમાં ગમન કરવું તે પ્રતિક્રમણ છે. અસત્ય વિચારમાંથી સત્ય વિચારમાં આવવા પ્રયત્ન કરે; પક્ષપાત દષ્ટિમાંથી અપક્ષપાત દષ્ટિમાં આવવા પ્રયત્ન કરો; દષ્ટિરાગમાંથી નીકળી મધ્યસ્થભાવમાં આવવા પ્રયત્ન કરે; એકાતવાદમાંથી અનેકાન્ત વાદમાં ગમન કરવું, નિરપેક્ષ વ્યવહારમાંથી સાપેક્ષ વ્યવહાર માનવા પ્રયત્ન કરે. અશુભ વ્યવહારથી શુભ વ્યવહારમાં પાછા ફરવું અને અસભ્ય વર્તનથી પાછા ફરીને સભ્ય વર્તનમાં આવવા પ્રયત્ન કરે, ઈત્યાદિ પ્રતિક્રમણ અવધવું. અનન્તાનુબંધી કષાયના પરિણામથી પાછા હઠવું; અપ્રત્યાખ્યાન કષાયથી પાછા હઠવું પ્રત્યાખ્યાની કષાયના પરિણામથી પાછા હઠવું અને સંજવલન-ધ-માન-માયાલેભ-કષાયથી પાછું ફરવું તે પ્રતિક્રમણ છે. પ્રસન્નચંદ્ર રાજષિએ ધ્યાનમાં પ્રતિક્રમણ કરી ક્ષપકશ્રેણિ ચઢી કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.
અસંતેષપણાના વિચારેને આલેચી સંતેષના વિચારો તરફ પ્રવૃત્તિ કરવી તે પ્રતિકમણ છે. તૃણાના વિચારને નિન્દી ગહ તેનાથી પાછા ફરી સતેષના વિચારમાં આરૂઢ થવું તે પ્રતિક્રમણ છે. મહાત્માઓને અવિનય અને આશાતના કરી હોય તેનાથી પાછા હઠી મહાત્માઓને વિનય અને તેમની ભક્તિ કરવી તે પ્રતિકમણ છે. કઈ પણ છવ સંબંધી ખરાબ અભિપ્રાય બાંધ્યા હોય અને તેનું અશુભ ચિંતવ્યું હોય તેનાથી નિન્દા-ગહ કરીને પાછા ફરી સત્ય અભિપ્રાય અને શુભ ચિંતનમાં પિતાના આત્માને સ્થાપન કર તે પ્રતિક્રમણ છે. જગતુ એક શાળા છે તેમાંથી સાર ગ્રહણ કરવા પ્રયત્ન કરવાની જરૂર છે. જગના પદાર્થોમાં આસક્તિ કરી હોય તેનાથી પાછા ફરીને નિરાસતપણમાં પ્રવેશ કરે એ પ્રતિકમણ છે. જગતના સર્વ જીવોને સ્વાતંત્ર્ય ગમે છે, તેમાંથી કેઈ જીવને પરતંત્રતાની બેડીમાં નાંખવા વિચાર કર્યો હોય તે અકાર્યથી પાછા ફરીને સુકાર્યમાં આત્માને જો એ પ્રતિક્રમણ છે. જગતું એ કેદખાનું છે તેમાંથી છૂટવા જે જીવે છે જે અંશે પ્રયત્ન કરતા હોય તેઓને તે તે અંશમાંથી પાછા ફરવાને અસઉપદેશ દીધે હોય તેથી પાછા ફરીને શુભેપદેશમાં પ્રવૃત્તિ કરવી તે પ્રતિક્રમણ
For Private And Personal Use Only