________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮ સ્તુતિ કરી શકાય છે. ગિરનારની પાંચમી ટુંકપર ચઢવાના વિકટમાર્ગ કરતાં સમભાવને માર્ગ અનન્ત ઘણે વિકટ છે. સમભાવના પગથીયાંપરથી જરા ખસવામાં આવ્યું તે વિષમભાવરૂપ રાગશ્રેષના ઉંડા ખાડામાં પડતાં વાર લાગતી નથી. ગિરિનારની પાંચમી ટુંકપર ચડતાં આગળ પાછળ દેખવામાં લક્ષ્ય રાખી શકાય નહિ અને જે ઉપરઉપરના પગથીયાપર વિચાર કરી જોઈને પાદ મૂકવામાં આવે છે તે ઉપર પહોંચી શકાય છે તદ્વત્ સમભાવ પર્વ
નાં પગથીયાં, સમભાવના અધ્યવસાયરૂપ અસંખ્યાત છે. ઉત્તરોત્તર અનુક્રમે સમભાવ અધ્યવસાયારૂપ પગથીયાંપર ચઢતાં આગળ પાછળના રાગદ્વેષના વિચારે તરફ લક્ષ ન રાખતાં જેઓ ભયરૂપ ઝંઝાવાતને જીતીને ઠેઠ શિખર પહોંચી પરમાત્મા બન્યા એવા સિદ્ધ અચલસમભાવપર્વતની ટોચ પર વિરાજિત તીર્થંકરની સ્તુતિકરવાથી સમભાવરૂપ સામાયિકની પુષ્ટિ થાય છે. સમભાવની પરિપૂર્ણ દશા પ્રાપ્ત કરી છે જેઓએ એવા વીશ તીર્થકરેની સ્તુતિ કરવી. નામપૂર્વક ચવશ તીર્થંકરનું સ્મરણ કરવું અને તેમનામાં રહેલા કેવળજ્ઞાનાદિગુણોમાં સંયમ કરી લયલીન થઈ જવું. તેનામાં પ્રગટેલી પરમાત્મતા ખરેખર સત્તાએ પિતાનામાં છે, એવભાવ લાવીને તીર્થકરેની સાથે અભેદ ધ્યાનવડે એકરૂપ બની જવું એજ લેગસ્સસૂત્રમાં કહેલો વાસ્તવિકભાવ છે. પરિપૂર્ણ કેવળજ્ઞાનાદિગુણે જેવા તીર્થંકમાં છે તેવા મારામાં છે. શ્રી તીર્થકરને પિતાના હૃદયમાં દયેયરૂપે ધારણ કરવાથી પિતાનામાં પરમાત્માપણું પ્રગટે છે. પરમાત્માનું ધ્યાન એ ખરેખર પિતાનું પરમાત્મપણું પ્રગટાવે છે. તીર્થંકર પરમાત્માના ગુણોની મન, વચન અને કાયાવડે સ્તુતિ કરવી જોઈએ. તીર્થકરેને પરિપૂર્ણન અને નિક્ષેપપૂર્વક ઓળખવા. તીર્થકરોને સમભાવમાં રહીને દેખવા અને તેમનામાં પ્રગટેલી પૂર્ણ સમતાતરફ લક્ષ રાખવું એજ પરમાત્માના પગલે ચાલવાનું કૃત્ય અવબોધવું. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ; એ ચાર નિક્ષેપાએ વીશ તીર્થકરેનું સ્વરૂપ વિચારવું. સર્વ પ્રકારના નિક્ષેપાઓથી તીર્થકરોનું સાપેક્ષાએ સ્વરૂપ સમજાય છે માટે
For Private And Personal Use Only