________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બળથી તેને હઠાવી શકાય એજ નિવૃત્તિને માર્ગ છે. અનાદિકાલથી મને વૃત્તિથી કપાયેલા શત્રુઓમાંથી શત્રુબુદ્ધિને ત્યાગ કરવે જોઈએ અને અનાદિકાલથી મનવૃત્તિથી કપાયેલી ઈષ્ટ વસ્તુઓમાંથી રાગ પરિણામને ત્યાગ કરવો જોઈએ. જગને તટસ્થ રહીને દેખવાની શક્તિ પ્રાપ્ત કરવી. જગતમાં સાક્ષીભૂત રહીને અધિકાર પરત્વે કાર્યો કરવાની નિપજ્ઞાનશક્તિ પ્રાપ્ત કરવી એજ સમભાવરૂપ સામાયિકના આનન્દ્રદેશમાં ગમન કરવાને અનુભવ છે. દુનિયામાં પ્રવર્તતા અનેક મતભેદમાં સમપરિણામની દષ્ટિએ દેખવું અને તેમાં થતા રાગદ્વેષ પરિણામને ત્યાગ કરીને સત્યદષ્ટિએ સાપેક્ષ સત્યત્વ વિચારવું એજ સમભાવરૂપ સામાયિકમાં સ્થિર થવાને મુખ્ય ઉપાય છે. સમભાવમાં પરિણામ પામેલા જ્ઞાનથી સામાયિક રૂપ આત્મામાં રમણતા કરવી અને અનેક અપેક્ષાએ સમભાવના હેતુઓને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ વિચાર કરીને વ્યવહાર સામાયિકાદિમાં સાપેક્ષપણે વર્તવું એ વિશાળ જ્ઞાનક્ષેત્રની ઉત્તમતા છે. ત્રસ અને સ્થાવર જીપર જેને સમભાવ છે તેને સામાયિક છે. જડવતુથી આત્માને ભિન્ન કરીને આત્માના ગુણેમાં લયલીન થઈ જવાથી આત્માનું વાસ્તવિક સામાયિક પ્રગટે છે. કોધ, માન, માયા, લોભ, ઈર્ષા, કલહ, હિંસાવૃતિ, પરિગ્રહ અને વિષયવાસનાને સમાવવાથી ખરેખરું આત્મામાં સામાયિક પ્રગટે છે. નિવૃત્તિમાર્ગમાં રહીને સામાયિકની સિદ્ધિ કરવાની છે અને તેની ઉપસર્ગરૂપ કસોટીએ કસીને પરીક્ષા કરવાની હોય છે. રાગદ્વેષના વિષમભાવમાં ન પડતાં આત્માના સમભાવમાં રહેવું એવું સામાયિક આવશ્યક એ મેક્ષમાર્ગ છે. દુનિયાના છની સાથે અનાદિકાલથી રાગદ્વેષ કરીને વિષમભાવ ધારણ કર્યો હોય તેનાથી દૂરરહીને સમભાવ વિચારશ્રેણિપર આરોહણ કરવું એજ સામાયિકની શુદ્ધતા તરફ ગમન કરવાને વાસ્તવિકમાર્ગ છે. ઇન્દ્રિયને વિષ તરફ ઉન્મનીભાવ થાય ત્યારે સંસારમાંથી ઘણું અંશે મુક્ત થવાય છે. હે ચેતના હારા શુદ્ધધર્મમાં રમણ કરવું એજ ત્યારે વાસ્તવિકધર્મ છે. પિતાના મૂળધર્મ તરફ દાણ રાખ!!! સમભાવરૂપ પર્વત પર પરમાત્મારૂપ દેવ વિરાજે છે. સમભાવરૂપ પર્વત પર ચઢવાને અસં
For Private And Personal Use Only