________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૩ સમભાવરૂપ રૂપ સામાયક એવું છે કે જેમાં જન્મ જરા અને મરણનાં દુઃખેને અવકાશ નથી. સમભાવ એજ મુક્તિની સાચામાં સાચી નિઃસરણિ છે. સમભાવમાં પરિણામ પામેલે આત્મા તેજ ઉત્તત્તમ સામાયિક છે. જે જે અંશે સમભાવ આવે છે તે તે અંશે સામાયિક છે એમ નોની અપેક્ષાએ અવબોધવું. કેઈપર રાગ વા કેઈપર દ્વેષને વિચાર થાય નહિ એવું સમભાવ સામાયિક અડતાલીશ મીનીટ પર્યત સતત સમભાવના વિચારોથી કરાય તે ઉત્તમ અવધવું. સામાયિક રૂપ આત્માને પ્રાપ્ત કરે અર્થાત સમભાવપરિણામમાં રહેવું એજ સામાયિક છે. આવું સામાયિક કર્યા વિના સંસારને અન્ત આવતું નથી. ગમે તે વિચારે!!! ગમે ત્યાં જાઓ !!! પણ સમભાવરૂપ સામાયિક પ્રાપ્ત કર્યા વિના આત્માને આનન્દ પ્રાપ્ત થનાર નથી. સમભાવની ખુમારી જ્યાં ન હોય તે સામાયિક વસ્તુતઃ નથી. આખી દુનિયાના મનુષ્યને સમભાવરૂપ સામાયિકની આવશ્યકતા છે માટે સમતાને સામાયિક આવશ્યક કહેવામાં આવે છે. જ્ઞાનેગીને સામાયિક પ્રાપ્ત થાય છે. જ્ઞાનગીની નિશ્રાએ કર્મયેગીને સામાયિક પ્રાપ્ત થાય છે. સમભાવ પ્રાપ્ત કરવાની ક્રિયાને કર્મ કહેવામાં આવે છે. અધ્યાત્મશૈલીની પરિભાષાએ સમભાવ જેથી પ્રાપ્ત થાય એવી ક્રિયાઓ જે જે હેય તે તે નિરવર્મગ અવધ. બે ઘડીના સામાયિકમાં સમભાવરૂપ પરિણામની ખુમારી પામેલે મનુષ્ય અન્યકાર્યો કરતી વખતે પણ નિર્લેપ રહેવા સમર્થ થાય છે અને તે ગમે તે વખતે પણ સમભાવને ભૂલતું નથી. આવી સમભાવની દશામાં આવ્યાથી વાસનાઓને સ્વયમેવ વિલય થાય છે અને માન તરવારની પેઠે સર્વકાલમાં શરીરાદિથી ભિન્નપણે આત્માનું ભાન થાય છે. સમભાવ સામાયિક એ પિતાના આત્મામાં છે માટે અન્તર્દષ્ટિથી અન્તમાં જેવું. આત્માના સમભાવ ધર્મને પ્રાપ્તકર્યા પછી અન્ય આવશ્યકોને મનુષ્ય અધિકારી બને છે. સમભાવમાં પરિણામ પામેલે આત્મા ખરેખરી પ્રભુની પ્રભુતાને અનુભવ કરવા સમર્થ થાય છે. સમભાવરૂપ સામાયિકમાં પરિણમી જવું એજ પરમાત્માને અનુભવ કરવાને મુખ્ય ઉપાય છે. સર્વ જીની તથા પિતાની સિદ્ધસમાન
For Private And Personal Use Only