________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૧
દરરોજ આત્માના સમભાવરૂપ સામાયિકમાં રહીને પિતાની પરિપૂર્ણ સમભાવ દશા પ્રગટ કરવી એજ સામાયિકને મુખ્ય ઉદ્દેશ છે. ગૃહસ્થ હોય વા ત્યાગી હોય પણ તેને ગમે તે ભવમાં ખરું સમભાવ પ્રતિરૂપ સામાયિક પ્રાપ્ત કર્યા વિના મુક્તિ નથી. રજોહરણાદિ સાધુવેષ અને શ્રાવકનાં ચરવલાદિને સાધ્ય ઉદ્દેશ એ છે કે સમભાવ રાખવે, સમભાવના માર્ગો ગ્રહણ કરવા, કલેશ કજીઆથી દૂર રહેવું, કેઈની નિન્દા કુથલીમાં પડવું નહિ, કઈ જીવને પીડા થાય એવું મન વચન અને કાયાથી કાર્ય કરવું નહિ અને દુનિયામાં કઈ પણ પદાર્થપર રાગ વા શ્રેષની વૃત્તિ ધારણ કરવી નહિ. આત્માની મૂળ શુદ્ધદષ્ટિથી સર્વ દેખવું. આત્મદ્રષ્ટિથી સર્વ જીવેના મૂળ ધર્મને દેખ. જીવોની સાથે લાગેલાં કર્મ અને તેથી થએલી બાહા શરીરાદિ સ્થિતિ તે ઉપર લક્ષ્ય દેવું નહિ. જીવન જીવના મૂળ શુદ્ધ ધર્મ દેખ અને પુદગલને પુદ્ગલ રૂપે દેખવું. કેઈ દ્રવ્યને કઈ દ્રવ્યમાં આ૫ કર્યા વિના વસ્તુને વસ્તુ રૂપે અવલેકીને આત્માના સમભાવ ધર્મથી એક ક્ષણ માત્ર પણ દૂર થવું નહિ. આવું સમભાવરૂપ આત્માનું સ્વરૂપ તેજ સામાચિક છે. અન્તર્મ પગથી આત્માના સમભાવ પરિણામમાં રમવું તેજ ઉત્તમ સામાયક છે તેના સમાન અન્ય સામાયિકે કે જે વ્યવહારથી ગણાય છે તે નથી. વ્યવહાર કરણરૂપ પરવસ્તુમાં સામાયિકના આરેપવડે નૈગમનયને આશ્રય કરીને સર્વ નયસાપેક્ષતાને સામાયિકમાં ચકવી નહિ. જે જે વખતે વ્યવહારથી સામાયિક કરવામાં આવે તે તે વખતે કેધ, માન, માયા, લેભ અને પરવતુ મમત્વ વગેરે દોષોને ટાળવા અને વૈરાગ્યવડે આત્માને ભાવવા પ્રયત્ન કરે. નિમિત્ત કારણેનું અવલંબન કરીને આત્મામાં સામાયિક જેવું. આત્મારૂપ સામાયિકમાં લક્ષ પ્રેમ રાખીને લયલીન થઈ જવું. રાગદ્વેષાદિ પરિણતિથી રહિત એવું મારું શુદ્ધ સ્વરૂપ તેજ હું છું એવા શુદ્ધપાગવડે સામાયિકને કાલ સફલ કર. સામાયિક દરરોજ ગૃહસ્થાએ કરવું અને સાથે પગ વડે આત્માને ભાવ કે જેથી દરરેજ રાગદ્વેષની પરિણતિ ટળે અને તેની પિતાને આત્મા સર્વ બાબતેમાં સાક્ષીરૂપબની શકે. તમે સવવમુપતુ, તણુ, થાવરૂ જ
For Private And Personal Use Only