________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૯ ક્ષણે ક્ષણે આગળ વધી પરિપૂર્ણ નિર્લેપી બની સંપૂર્ણજ્ઞાનાવરણયાદિકર્મથી વિમુક્ત થાય છે. ઉપર્યુક્ત શ્લેકને પરમાર્થ એ છે કે ભિન્ન ભિન્ન વૃત્તિવાળા મનુષ્યો ભિન્ન ભિન્ન વૃત્તિથી આવશ્યક ધર્મકાર્યોને કરે છે અને સ્વસ્થવૃત્ત્વનુસારે ફળ પ્રાપ્ત કરી શકે છે. તમે ગુણવૃત્તિ અને રજોગુણવૃત્તિ કરતાં સાત્વિકવૃત્તિના અસંખ્ય ભેદે ધર્મકાર્ય પ્રવૃત્તિ કરનારા તરતમયેગે ઉત્તમત્તમ અવધવા. જ્યાં સુધી વૃત્તિનું પરિપૂર્ણ સ્વરૂપ અવધવામાં આવતું નથી ત્યાંસુધી પિતાને આત્મા કઈ વૃત્તિને અનુસરે છે તેને નિર્ણય કરી શકાતું નથી અએવ અત્ર રજોગુણવૃત્તિ-તમોગુણવૃત્તિ અને સાત્વિકગુણવૃત્તિના સ્વરૂપનું કિશ્ચિત્ દિગ્દર્શન કરવામાં આવ્યું છે. આત્મજ્ઞાનીઓ અન્તર્મા કઈ વૃત્તિથી પ્રવર્તે છે તેને તેઓ સ્વયં નિર્ણય કરી શકે છે પરંતુ તેઓના આત્મા એને અન્યમનુષ્ય નિર્ણય ન કરી શકે તે સંભાવનીય છે, અને તેમજ આત્મજ્ઞાનીઓ વિશિષ્ટજ્ઞાનપ્રભાવે અન્ય મનુષ્યનીવૃત્તિયોને નિર્ણય કરી શકે અને વિશિષ્ટજ્ઞાનના અભાવે ન પણ કરી શકે તે સંભાવ્ય છે. બીજી રીતે આવશ્યક ધર્મકાર્યોને સવાર અને સંધ્યાની ધર્મકિયા ભેદે છ પ્રકારને ભેદ પડી શકે છે. સામાય, ઘતુર્વરાતિતા, Tહથન, પ્રતિમur, પ્રવાહથાન, અને
એ છ પ્રકારનાં આવશ્યક ધર્મકર્માને વ્યવહારથી અને નિશ્ચયતઃ દરરોજ સવાર અને સાંજે, પન્નર દિવસે, ચારમાસે અને વર્ષે કરવાં પડે છે. વ્યવહારથી તેઓને કિયાવિધિપૂર્વક કરવાં પડે છે અને અન્તરથી આવશ્યકેને તે તે આવશ્યકોના ઉચ્ચ ઉદ્દેશેના પરિણામપૂર્વક કરવાં પડે છે. છ પ્રકારની આવશ્યક ધર્મકાર્યો કરવાથી આત્માની શુદ્ધિ અને ઉચ્ચતા થયા કરે છે. સામાયિકનામનું આવશ્યક કરીને રાત્રિ અને દિવસમાં જે જે કાલે જે જે ક્ષેત્રે જે જે કાર્ય કરતાં સમાનભાવ ન રહ્યા હોય તત્સંબંધી પશ્ચાત્તાપૂર્વક નિર્લેપ સમભાવનામાં વૃદ્ધિ કરવાની હોય છે. સામાયિક અર્થાત્ સમભાવપૂર્વક ત્રસ અને સ્થાવર જીવમાં તથા અજીવ પદાર્થોમાં વતીને આત્માનું વાસ્તવિક સમભાવસ્વરૂપ પૂર્ણ પ્રકટ કરવાનું હોય છે. પ્રત્યેક મનુષ્યને અવશ્ય એવું વિચારવું અને પ્રવર્તવું કે જેથી સમભાવને ક્ષણમાત્ર પણ વિગ ન થાય. આવી
For Private And Personal Use Only