________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૭
નિરહંવૃત્તિમય બનીરે, પાળે બાહ્યાચાર;
અન્તર્ નિજ ગુણુ લક્ષ્યમાંરે, જલ પંકજવસાર. શાતા અશાતા વેદનીરે, ભેાગે નહીં મુંઝાય; સહજશુદ્ધનિજધર્મમાંરે, પૂર્ણ રમણતા પાય. કુશલ સહુ વ્યવહારમાંરે, ડગ્યે. કદિ ન ગાય; બુદ્ધિસાગર જ્ઞાનિનીરે, કર્તવ્ય કરણી સદાય.
For Private And Personal Use Only
અધ્યાત્મ. ૫
અધ્યાત્મ. ૬
અધ્યાત્મ. ૭
ઇત્યાદિ પદદ્વારા અવમેધવું કે અધ્યાત્મજ્ઞાની સાત્વિક હાવાથી તે મગજની સમાનતા રાખીને અનેક પ્રકારના કષાયાને જીતી ધર્મકર્મ કરતા છતા પણ અહંમમત્વથી લેપાતા નથી અને સર્વ ખાખતમાં તે અન્ય મનુષ્યાથી પાછળ રહેતા નથી. સાત્વિક આત્મજ્ઞાનીના આત્માની શક્તિયેા ખીલવા માંડેછે. ઇન્દ્રિયા, મન, વાણી અને કાયાને વશવર્તાવીને તથા આજુબાજુના સાનુકૂળ સંયાગાને મેળવી સ્વાધિકારે કાર્યની સિદ્ધિમાં તે અન્ય મનુષ્યા કરતાં અગ્રગણ્ય પ્રગતિમાનૢ રહે છે. આત્મજ્ઞાની ખાદ્ય શુભાશુભ કર્મ ભાગવતા છતા હર્ષશાકમાં લીન થતા નથી એજ તેનું અપૂર્વ આન્તરિક પરિણામવર્તન હોવાથી તે સ્વજયેાગ્ય કોઈ કાર્યની પ્રવૃત્તિમાં નિષ્ફળ જતાં અરતિને અને સલ થતાં રતિને પામતા નથી. તે તે સ્વાધિકારે આવશ્યક ધર્મકાર્યની ફરજને અદા કરવી એટલું સૂત્રરૂપે માનીને પ્રવર્તે છે. પૂર્વકર્માનુસારે સર્વ થયા કરે છે પણ હૃદયમાં ચિંતવ્યા પ્રમાણે થતું નથી તેથી હું આત્મન્ ! ત્યારે અનેક બાબતોમાં ઉત્સુક થઇને વિકલ્પ સંકલ્પ ચિન્તાના વશ ન થવું ! ! ! એમ આત્મજ્ઞાની પેાતાની માન્યતામાં ઢઢ હાવાથી બાહ્ય ધાર્મિક પ્રવૃત્તિયાની અસરથી અન્તમાં રાગદ્વેષની સલેપતા પામતા નથી. જેમાં લેપાવાનું છે તેમાં સલેપભાવથી ક્રિયા કરતા નથી પરન્તુ નિર્લેપભાવથી ક્રિયા કરતા હૈાવાથી સાત્વિક આત્મજ્ઞાની આવશ્યક ધર્મકાર્ય કરવાને ખરેખરા અધિકારી અને છે, જે રજોગુણ અને તમેગુણવૃત્તિયેને દબાવી શકતા નથી તે વિશ્વપર વિજય મેળવવા શક્તિમાન થતા નથી. તરવારની ધારથી વિશ્વપર જે વિજય મેળવી શકાય છે તે ચક્રિ રજોગુણ અને તમોગુણવૃત્તિવડે યુક્ત હોય છે તેા તે વિજય, વિશ્વમાં