________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્તિમાં અને ધાર્મિકકાર્ય પ્રવૃત્તિમાં અશાન્તિ ઉદ્દભવે છે અને આત્માની જ્ઞાનાદિક પ્રગતિમાં અનેક વિઘ્ન પ્રગટ થાય છે. રજોગુણવૃત્તિ અને તમેગુણવૃત્તિથી સ્વાધિકારે ધાર્મિકકાર્યની પ્રવૃત્તિયાને પરિપૂર્ણ અદા કરી શકાતી નથી. રજોગુણુ અને તમેગુણવૃત્તિનાયેાગે આત્માની નિર્લેપતા યથાયેાગ્ય સંરક્ષી શકાતી નથી અને મગજની સમતાલતાને બદલે વિષમતાપૂર્વક પ્રવર્તવાથી સ્વપરની વાસ્તવિક પ્રગતિ કરી શકાતી નથી. રજોગુણી અને તમેગુણી મનુષ્યે આવશ્યક ધર્મકાર્ય લને રજોગુણ અને તમેગુણરૂપ લ તરીકે પરિણમાવે છે. રજોગુણી અને તમેગુણી મનુષ્યા જે જે આવશ્યક ધર્મકાર્યાથી સત્ત્વગુણની વૃદ્ધિ થવાની છે તેને સ્થાને તમેગુણુ અને રોગુણની વૃદ્ધિ કરે છે. રજોગુણ અને તમેગુણવૃત્તિથી આવશ્યક ધર્મકાર્યાને કરતાં વિશ્વમાં શાન્તિ પ્રવર્તાવી શકાતી નથી. અતએવ સુજ્ઞ મનુષ્યએ રજોગુણ અને તમેગુણવૃત્તિના પરિહારપૂર્વક સત્ત્વગુણુવૃત્તિથી પ્રત્યેક આવશ્યક ધર્મકાર્યને કરવા લક્ષ્ય દેવું. રજોગુણી અને તમેગુણી મનુષ્યા યદિ આવશ્યક ધર્મકાર્ય કરનારા મનુષ્યેાના રક્ષણાર્થે પ્રવૃત્તિ અને તેઓની ભક્તિ કરે તે તેઓ શનૈઃશને સાત્વિકપદના અધિકારી બની શકે. રજોગુણ અને તમેગુણથી પિ`ડમાં અને બ્રહ્માંડમાં શાંતિના વિચાર પ્રસરાવી શકાતા નથી. આવશ્યક ધર્મકાર્ય પ્રવૃત્તિયેામાં પ્રવર્તક રજોગુણી અને તમેગુણી મનુષ્યે ક્રોધ, માન, માયા, લેાભ અને કામવિકારાદિના વશમાં થઈ અનીતિના ઉપાસક મની રાવણ અને કારવાની પેઠે પરસ્પર ક્લેશ, વેર, યુદ્ધાદિમાં પ્રવૃત્ત થઈ સ્વાવનતિના સ્વહસ્તે ખાડા ખેદે છે. અતએવ આવશ્યક ધર્મકાર્યોમાં પ્રવૃત્તિ કરવાના પણ રજોગુણી અને તમેગુણી જીવાનો અધિકાર નથી. રજોગુણી અને તમેગુણી મનુષ્યે લૈાકિકકમ પ્રવૃત્તિયામાં અને આવશ્યક ધર્મકામાં વિવાહની વરશી વાળનારની ગતિની પેઠે આચરણ કરે છે. અતએવ વિશ્વ સામ્રાજ્યના ઉચ્ચપોમાં અને ધર્મકર્મ સામ્રાજ્યના ઉચ્ચપદોમાં તેઓને નિયુક્ત કરવાથી વિશ્વરાજ્ય સામ્રાજ્ય અને આવશ્યક ધર્મ સામ્રાજ્યના કાર્યાની અને તેની પ્રગતિકારક સુવ્યવસ્થાની અવ્યવસ્થા થઈ જાય છે એવું
For Private And Personal Use Only