________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાક્ષીભૂત રાખીને તથા રાગદ્વેષ એ બેમાંથી કેઈમાં ન લેપાવા દેતાં નિર્લેપપણુએ કરવાં જોઈએ. પિતાનાં અનેક નામોમાં અને શરીરાદિ આકૃતિના મોહમાં કદાપિ ન મુંઝાતાં ધર્મકાર્યોમાં પ્રવૃત્ત થવું જોઈએ. આ વિશ્વમાં નામ તેને નાશ છે. કેઈપણ તીર્થંકરાદિ વ્યક્તિનું અનાદિથી તે અનન્તકાલ પર્યન્ત નામ રહેવાનું નથી. સાગરમાં ઉઠતા તરંગોની પેઠે આ વિશ્વમાં જે જે નામે પડે છે તે પણ સદા રહેતાં નથી. અમુક આત્માનાં અનાદિકાલથી સંસારમાં પરિભ્રમતાં શરીરને અનેક નામે પડ્યાં પણ તેમાંનું એક નામ તથા રૂપ આ ભવમાં કાયમ રહ્યું દેખાતું નથી તે આ ભવમાં જે નામ પાડવામાં આવ્યું છે અને જે નામે સ્વયં ઓળખાય છે તે નામ તથા શરીરાકૃતિરૂપે સદાને માટે ભવિષ્યમાં નહિ રહે એ નિશ્ચય છે. અત એવ ત્યાગીઓએ નામરૂપમાં ન મુંઝાતાં સ્વકર્તવ્યધર્મ કર્મ ફરજને અદા કરવી જોઈએ. ચાવત નામરૂપમાં મનુષ્યની મતિ મુંઝાય છે તાવત્ નિષ્કામભાવે સ્વકર્તવ્ય કર્મ કરવાની યોગ્યતાની સિદ્ધિ થઈ નથી એમ અવધવું. નામરૂપની અહંમમતાની વૃત્તિ જ્યારે ટળે છે ત્યારે સ્વયેગ્ય કર્તવ્ય કર્મોની વાસ્તવિક અધિકારિતા પ્રાપ્ત થાય છે અને એ વાસ્તવિક નિષ્કામકર્તવ્યતાની અધિકારિતા પ્રાપ્ત થયા પશ્ચાત્ કર્મયેગી થઈ શકાય છે. કર્મયેગીની કર્તવ્ય ફરજ અદા કર્યા વિના જ્ઞાનગની પરિપકવ દશા પ્રાપ્ત થઈ એમ કથી શકાતું નથી. સર્વજ્ઞ થએલ તીર્થકરેને પણ ત્રયોદશમગુણસ્થાનકની સ્થિતિ પર્યન્ત ઉપદેશ દાન-વિહાર-આહારગ્રહણ અને સંઘસ્થાપનાદિ કાર્ય ફરજેને અદા કરવી પડે છે તે અન્ય સામાન્યાધિકારવંત મનુષ્ય માટે તે શું કહેવું? નામ અને શરીરરૂપથી ભિન્ન સ્વાત્માને ભિન્ન પ્રબોધી કર્મયેગી ગૃહસ્થોએ તથા ત્યાગીઓએ આત્માને સિદ્ધ સમાન ભાવ. શરીર મન અને વાણી એ આત્મપ્રગતિ કર્તવ્યકર્મો માટે ઉપયેગી સાધન છે. પંચેન્દ્રિયે પણ કર્તવ્ય સ્વફરજ ચેગ્યકર્મો માટે સાધનભૂત છે. પંચેન્દ્રિયથી આત્માની પ્રગતિ થાય એવી પ્રવૃત્તિ કરવી એજ વાસ્તવિક મારો અધિકાર છે. દ્રવ્ય ક્ષેત્ર કાલભાવે આત્મપ્રગતિકારક છે જે સાનુકુલ સંગો પ્રાપ્ત થયા છે તેઓને અંગીકાર કરવાની જરૂર
For Private And Personal Use Only