________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે જે ધર્મકર્મ કરવાથી જે જે ફલ પ્રાપ્ત થવાનું છે તે થયા વિના રહેતું નથી. તેના ફલની ઈચ્છા રાખતાં કદાપિ તે ફલ ન પ્રાપ્ત થયું તે શોક ચિન્તા અને પશ્ચાત્ હઠવાનું થાય છે અને કદાપિ ઈચ્છાપૂર્વક ફલ પ્રાપ્ત થયું તે હર્ષ અને ફુલાવવાનું થાય છે. હર્ષ-પુલાવુંશેક ચિન્તા વગેરેથી આત્મા સમભાવ ત્યાગીને વિષમરાગાદિક ભાવમાં ઉતરી જાય છે અને તેથી સમભાવે સ્વફરજ અદા કરતાં જે આત્માની ઉચ્ચતા શુદ્ધતા રહે છે તે રહેતી નથી અને રાગદિકનું સલેપત્વ પ્રાપ્ત થાય છે. અએવ ધર્મકર્મયોગીઓએ ધર્મકર્મથી જે થવાનું હોય છે તે થાય છે એ નિશ્ચય કરી સ્વાગ્ય ધર્મકર્મની ફરજને અદા કરવા સદા અપ્રમત્તભાવે વર્તવું જોઈએ. ધર્મકર્મગીઓની નિપપણે રવધર્મકર્મ ફરજ બજાવવાની દશા માટે તે સ્થિતિની પ્રાપ્તિના ઉપાયે લેવા અને યાવતુ એ સ્થિતિ પ્રાપ્ત ન થાય તાવતુ આત્માની શુદ્ધતા પ્રતિ લક્ષ્ય દઈ પ્રીતિ અને ભક્તિવડે ધર્મકર્મમાં પ્રવૃત્ત થવાની આવશ્યકતા સ્વીકારવી જોઈએ. અશુદ્ધ પ્રીતિ બદલે શુભ પ્રીતિ અને અપ્રશસ્ય ભક્તિના બદલે શુભ ભક્તિ ધારણ કરવાની તે એગ્યતા ન આવી હોય અને એકદમ પ્રીતિભક્તિને ત્યાગ કરી નિર્લેપ રીતે ધર્મકર્મની ફરજ અદા કરવી એવી માન્યતા ધારીને પ્રીતિભક્તિને અનાદર કરે અને પ્રતિભક્તિ વિનાની સ્થિતિ ન પ્રાપ્ત કરવી અને તેમજ અશુભ રાગ-પ્રીતિમાં મગ્ન રહેવું એ તે ખરેખર ઉભયતો ભ્રષ્ટ થવા જેવી સ્થિતિ છે. અતએ સુજ્ઞ ધર્મબંધુઓએ પિતાની યોગ્યતાને તપાસ કરે અને પ્રતિભક્તિપૂર્વક પ્રથમ ધર્મકર્મમાં પ્રવૃત્ત થવા લક્ષ્ય દેવું. જેઓના આત્માની જ્ઞાનબળે–વૈરાગ્યબળે–ધ્યાનબળે અને સમાધિબળે પ્રીતિ વિના ધર્મકર્મ કરવાની પ્રવૃત્તિ થાય છે (અમુક રાગાદિના અભાવની અપેક્ષાએ) તે ભલે તે સ્વફરજાનુસારે ધર્મકર્મમાં પ્રવૃત્તિ કરે પરંતુ જેઓ હજી અપ્રશસ્ય કષામાં પ્રવૃત્ત રહે છે, અપ્રશસ્યરાગ અશુભભક્તિ આદિને સેવ્યા કરે છે અને તેવી પિતાની સ્થિતિને જેઓ અનુભવે છે તેઓને તે મુખ્ય શિખામણ એ છે કે પ્રત્યેક આવશ્યક ધર્મકર્મકર્મમાં પ્રીતિ ભકિતના અત્યંતવેગે પ્રવૃત્ત થવું જોઈએ. પ્રીતિ ભક્તિ
For Private And Personal Use Only