________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શકતું નથી અએવ ત્યાગીઓએ જ્ઞાનબલ પ્રાપ્તિ માટે રાત્રી અને દિવસમાં જ્ઞાનાભ્યાસના નિયમે પૂર્વક પ્રવૃત્ત થવું જોઈએ. ત્યાગીઓ વસ્તુતઃ ત્યાગધર્મથી શેભે છે અને ત્યારબલને આધાર ખરેખર આત્મજ્ઞાન અને વૈરાગ્યપર છે એવું અવબોધીને આત્મજ્ઞાન અને વૈરાગ્યની પ્રાપ્તિ થાય એવા દેવસિક અને રાત્રિક ધર્મ કર્તવ્ય કર્મો કરવાં જોઈએ. સાધુઓએ કેમપૂર્વક નિયમસર દૈનિક અને રાત્રિક ધર્મકર્મો આચરવાં જોઈએ કે જેથી આત્માની અને અન્ય મનુષ્યની વાસ્તવિક ધર્મપ્રગતિ સાધી શકાય. આધ્યાત્મિકજ્ઞાન વિના રજોગુણ અને તમે ગુણવૃત્તિને નાશ કરી શકાતું નથી અએવ અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય એવી પ્રવૃત્તિને દિવસમાં અને રાત્રિમાં આચરવી જોઈએ. વિશ્વમાં પ્રવર્તતાં સ્વપરમાન્યતાનાં અનેક શાસ્ત્રવર્તમાન જમાન-ગીતાર્થોનો અનુભવ-વર્તમાન સમયમાં અને ભવિધ્યમાં સાધુવર્ગની અસ્તિતાસંરક્ષક હેતુઓનું જ્ઞાન–ચારિત્ર પાલવાને વર્તમાન સંગોને અનુભવ અને સ્વાનુભવ ઈત્યાદિ સર્વને પરિપૂર્ણ નિશ્ચય કરીને સાધુએ ધર્મસંરક્ષક ઉત્સર્ગ અને અપવાદમાર્ગ વર્તમાનમાં દિવસ સંબંધી અને રાત્રિ સંબંધી જે જે ધર્મકર્મો કરવાનાં ઘટે તે કરવાં જોઈએ અને જમાનાની પાછળ ન પડવું જોઈએ. વર્તમાનકાલમાં વિદ્યમાન સંઘયણ-શરીરબળ-લેની સ્થિતિ-ધર્મમાર્ગ વહેવાની સ્થિતિ–લેકેને ત્યાગીએ પ્રતિ પ્રગટતી ભાવનાવર્તમાનમાં ધર્મ પ્રચારક સાનુકુલ અને પ્રતિકુલ સંગ-વર્તમાન ધાર્મિક પ્રવૃત્તિમાં સુધારા વધારવાની આવશ્યકતા-સાધુવર્ગની અસ્તિતા સંરક્ષાય એવા ઉપાયે અને ધર્મની સર્વત્ર વિશ્વમાં પ્રત્યેક મનુષ્યને આવશ્યકતા અવબોધાય ઈત્યાદિ બાબતેનું જ્ઞાન કરીને ઉદારષ્ટિએ ત્યાગીઓએ દૈનિક અને રાત્રિક કર્તવ્ય ધર્મકાર્યોને વ્યવસ્થાપૂર્વક સાનુકુલબળ મેળવી પ્રતિપક્ષીયબલ સંઘાત પૂર્વક આદરવાં જોઈએ. ધર્મનાં મૂલત કાયમ રહે છે પરન્તુ મૂલવ્રતની સંરક્ષાકારક દૈનિક રાત્રિક ઉત્તર ધર્મ પ્રવૃત્તિમાં જમાનાને અનુસરી ફેરફાર થાય છે એવું લક્ષ્યમાં રાખી સંરક્ષક અને પ્રગતિકર દષ્ટિએ સાધુઓએ ધર્મ પ્રવૃત્તિને આદરવી જોઈએ. આવશ્યક ધર્મની જે
For Private And Personal Use Only