________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેમ દેવગુરૂમાં અભેદતા એકતા લીનતા અનુભવાતી જાય છે તેમ તેમ અમૃત કિયાનો રસ ઉદ્દભવતે જાય છે. પરમાત્મા અને પોતાનામાં અભેદતા એકતા લીનતાને અનુભવ થતાં આત્માન સહજાનન્દરૂપ અમૃતરસને એઘ કુરાયમાન થાય છે. જેમ જેમ આત્મજ્ઞાની ભક્ત મનુષ્યને આસ્તિકભાવે અભેદ વ્યાપક પ્રેમલક્ષણાની ફુરણારૂપ અમૃત ક્રિયા, સર્વત્ર વિશ્વમાં આત્માઓમાં પરમાત્મતાના અનુભવ સંમુખ થાય છે તેમ તેમ મનુષ્ય અન્તમાં અમૃતાનન્દ ફુરણાઓમાં આગળ વધીને પરમાત્મપદને પ્રાપ્ત કરી શકે છે. સર્વત્ર સર્વ વિશ્વવતિ સર્વ છમાં સત્તાએ પરમાત્મત્વ વ્યાપી રહ્યું છે તેથી આત્મધ્યાનમાં સર્વ જીવોનું પરમાત્મત્વ યદા અનુભવાય છે તદા સત્તાએ સર્વજીની પરમાત્મતાની સાથે અભેદરૂપે પરિણમતાં આનન્દરસને સાગર ઉછળી રહે છે એ અમૃતકિયાને સ્વાનુભવ પ્રગટયા વિના રહેતું નથી. પ્રેમલક્ષણાભક્તિયેગે જેઓ પરમાત્માના ખરેખર સેવક બનીને પરમાત્માની સાથે અભેદતા અનુભવે છે અને જેઓ આત્મારૂપ પરમાત્માનું ધ્યાન ધરીને અન્તસમાધિમાં સર્વત્ર પરમાત્માની અભેદતાને અનુભવ કરે છે તેઓને અમૃતાનુકાન હોય છેજ. અમૃતાનુષ્ઠાનના સહજાનન્દરસને આસ્વાદ્યા પશ્ચાસાંસારિકગલિક સુખ પર સુખની બુદ્ધિ રહેતી નથી. સાંસારિકશાસ્થજ્ઞાનીઓએ અને ભક્તએ અમૃતાનુષ્ઠાનસુખરસને અનુભવ ગ્રહ્યા પશ્ચાતુ અન્ય ધાર્મિક કિયાઓને કે જે અવશ્ય કરવા એગ્ય છે તેઓને ત્યાગ ન કરે જોઈએ. આત્મજ્ઞાનના પરિપક્વાનુભવીઓને તે જે જે ધાર્મિક ક્રિયાઓ કરવાની હોય છે તે તે સર્વ ક્રિયાઓમાં સહજાન્દરસ પ્રગટયા કરે છે. બાહ્ય ક્રિયાઓમાં આનન્દ નથી પરન્તુ બાહ્યકિયાએ કરતી વખતે આત્માનન્દને સાગર ખરેખર જ્ઞાનીઓને અન્તરમાં પ્રકટયા કરે છે. આત્મજ્ઞાનીઓ સર્વત્ર નિઃસંગતિને દેખે છે અને અન્તરમાં શુદ્ધ પ્રેમ અને શુદ્ધ પગે પરમાત્માનુભવ–પરમાત્માની સાથે એકતા લીનતા ઈત્યાદિ ધ્યાનરૂપ અમૃતક્રિયાને કરી આનન્દરસ સાગરમાં ઝીલ્યા કરે છે. પંચ પ્રકારના અનુષ્ઠાનનું સ્વરૂપ કચ્યા પશ્ચાત્ લકત્તર આહુનિક અને રાત્રિકધર્મ કર્મનું સ્વરૂપ પ્રતિપાદન કરવામાં આવે છે.
For Private And Personal Use Only