________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાદિ વ્યાપારવિના એકદમ આત્મામાં આનન્દરસની ઘેન છવાઈ ગએલી લાગે ત્યારે અમૃતાનુષ્ઠાન થયું એમ અવબોધવું. અમૃતાનુકાનના પરિણામ વખતે આત્માની અનન્તગુણ વિશુદ્ધતા અને ઉચ્ચતા થાય છે. અમૃતાનુષ્ઠાનબળે આત્માની પરમાત્મતા પ્રગટ થવામાં વાર લાગતી નથી. ભક્તિ-સ્તુતિ-સેવા-પૂજા-જ્ઞાન અને ધ્યાન ક્રિયા વડે આત્માને સ્વાભાવિક ભાવ પ્રકટવાથી પુનઃ જન્મજરા અને મૃત્યુથી આત્માને મરવું પડતું નથી અને અનન્તદિવ્યજીવને સાદિ અનન્તમાભંગે જીવી શકાય છે. આત્માના ઉપશમાદિભાવે અમૃતપરિણામ રસની ઝાંખી થાય છે. આત્માને આનન્દરૂપ અમૃતરસને જે ક્રિયાપ્રસંગે અનુભવવામાં આવે છે તેને અમૃતાનુષ્ઠાન કથવામાં આવે છે. અમૃતાનુષ્ઠાનકારક આત્માની અમરતાને અને આત્માના સુખને અનુભવ કરી સિદ્ધસુખના અનુભવી થાય છે. એકવાર જેણે અમૃતાનુષ્ઠાનરસને અનુભવ્યું તેણે સંસારસમુદ્રને તર્યો એમ પ્રબેધવું. એકવાર જેણે અમૃતાનુષ્ઠાનરસ અનુભવ્યું તેને અન્ય રસોમાં ચેન પડતું નથી. આત્માની વાસ્તવિક જીવનમુક્તતા અનુભવવી હોય તે અમૃતાનુષ્ઠાન રસને પ્રાપ્ત કરવાની આવશ્યકતા સ્વીકારીને પ્રયત્ન કરવાની જરૂર છે. બહાનુષાને કરતી વખતે આત્માને અનુભવ સુખ રસ વેદી શકાય અને અન્તરથી નિઃસંગતા નિર્લેપતા અને સમતાવેદાય ત્યારે અમૃતાનુષ્ઠાન થાય છે એમ પ્રબોધવું. અધ્યાત્મજ્ઞાનીઓ–દેવગુરૂ અને ધર્મના શુદ્ધપ્રેમથી અમૃતાનુષ્ઠાન પ્રાપ્ત કરવા શક્તિમાન થાય છે. દેવગુરૂ અને ધર્મપર જેમ જેમ શુદ્ધપ્રેમ વધતું જાય છે અને આત્મજ્ઞાનને ઉચ્ચાધિકાર જેમ જેમ પ્રાપ્ત થત જાય છે તેમ તેમ અમૃતાનુષ્ઠાનની એગ્યતામાં વૃદ્ધિ થતી જાય છે. આત્મજ્ઞાનીઓ સેવા-ભક્તિમાં પ્રેમ રસમાં લદબદ બનીને અમૃતાનુકાન પ્રાપ્ત કરી શકે છે. દેવગુરૂ અને આત્માના શુદ્ધ ધર્મમાં જેમ જેમ મનમાસ્ત થતું જાય છે અને પ્રેમેન્મત્તની દશા જેવું બનીને આનન્દમાં લીન થતું જાય છે તેમ તેમ અમૃતાનુષ્ઠાનના પરિણામમાં સંખ્યાત અસંખ્યાત અને અનંતગુણી વૃદ્ધિ થતી જાય છે. આત્મામાં શુદ્ધ પ્રેમલક્ષણાભક્તિને જેમ જેમ વેગ વધતું જાય છે અને જેમ
For Private And Personal Use Only