________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૫
લકત્તર નિમિત્તધર્મના અનેક ભેદ પડે છે. જે મનુષ્ય ધર્મને સેવે છે તે મનુષ્યભવના સારને પ્રાપ્ત કરે છે. જે મનુષ્ય ધર્મસેવાથી વિમુખ રહે છે તેઓ આ ન્નતિના સત્ય પ્રકાશથી વિમુખ રહી અજ્ઞાનરૂપ અન્યમાં ભટક્યા કરે છે અએવ ધર્મસાધનેથી ધર્મ સંમુખ થવાની આવશ્યકતા સ્વીકારવાની જરૂર છે. અનેક પ્રકારના દુર્ગુણો કે જે આત્મપ્રગતિ માર્ગમાં કંટકરૂપ–વિઘરૂપ થએલા છે તેઓને જે સર્વથા નાશ કરીને સ્વનું તથા જગત નું શ્રેય કરે છે એવા લકત્તર ધર્મને હે સાધક ! તું ધર્મ તરીકે જાણ અને એવા ધર્મને સ્વાધિકાર અંગીકાર કર !!! ધર્મના અનેક ધર્માનુષ્ઠાનના ભિન્નભિન્નાધિકારી કેણું કેણુ છે તેનું જે મનુષ્ય વાસ્તવિક દષ્ટિએ સૂક્ષ્મસ્વરૂપ અવબોધે છે તે ધર્મનાં કયાં કયાં અનુષ્કાને પિતાને કરવા એગ્ય છે તેને નિર્ણય કરવાને શક્તિમાન્ થાય છે. ગરિક પ્રવાહપ્રવહિતમનુષ્ય સ્વાધિકારે કર્તવ્યરૂપધર્મકર્મને અવધી શકતા નથી અને વાસ્તવિક બંધના અભાવે વાસ્તવિક ધર્મ પ્રગતિમાં આગળ વધી શકતા નથી. ધર્મના વિચારે અને આચારનું તથા ધર્મના આરાધકોના અધિકારોનું પરિપૂર્ણ દ્રવ્યક્ષેત્ર કાલભાવે સૂક્ષ્મસ્વરૂપ અવધવામાં આવે છે ત્યારે હૃદયમાં સ્વાધિકારે કર્તવ્ય ધર્માનુષ્ઠાનનું ભાન થાય છે અને પશ્ચાત તે અનુષ્કાને માં પ્રવૃત્ત થવાથી કર્તવ્ય કર્મને સમ્ય રીતે સાધી આત્માના ગુણેને પ્રકાશ કરી શકાય છે. સ્વાધિકારથી ભિન્ન જે ધર્મને અનુષ્કાને હોય છે તેમાં પ્રવૃત્ત થવાથી પશ્ચાતું પતન થાય છે અને જે ધર્મકર્મમાં સ્વાધિકાર હોય છે ત્યાંજ પુનઃ સ્થિરતા થાય છે અએવ સુજ્ઞ મનુષ્યએ ધર્મકર્માનુષ્ઠાનના પરિપકવાનુભાવે સ્વયેગ્ય ધર્મકર્મમાં પ્રવૃત્ત થવું જોઈએ. એક વર્ષના બાળકને સેમલની માત્રા ખવરાવવાથી જેવી ભયંકર હાનિ થાય છે તેમ જેની જે અનુષ્ઠાન કરવામાં અશકિતગે અનધિકારિતા છે તેને તે અનુષ્ઠાન સેવવાથી કદાપિ આત્મપ્રગતિને લાભ પ્રાપ્ત થઈ શકતું નથી. બાલક, યુવા અને વૃદ્ધને દેશ-કાલ અને હવાનો નિર્ણય કરી તેની સ્થિતિના અધિકાર ઔષધ આપવામાં આવે છે તે તેથી જેમ ગુણ થાય છે તેમ ધર્મની આરાધનામાં પણ બાલ-જ્ઞાની વગેરે જેને અમુક દેશ, અમુક કાલ અને
For Private And Personal Use Only