________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નષ્ટતાને પામે છે. સ્વાધિકારે ધર્મના જે જે કાર્યોને સેવી શકાય અને તેનાથી સ્વાત્મશક્તિની પ્રગતિ થાય એવું સમ્યગ અવબોધી, દ્રવ્ય ક્ષેત્રકાલભાવાનુસારે ધર્મકાર્યોમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. લકત્તર વ્યાવહારિકધર્મદષ્ટિએ અને કેત્તર નૈશ્ચયિકધર્મદ્રષ્ટિએ ધર્મકાર્યોની પ્રવૃત્તિનાં સ્વાધિકારે રહસ્ય અવધવાની અને પશ્ચાત્ જ્ઞાનપૂર્વક પ્રવૃત્તિ કરવાની જરૂર છે. જે ધર્મથી સ્વવ્યક્તિ, પરવ્યક્તિ, કુટુંબજ્ઞાતિ-દેશ-સંઘ અને સર્વ વિશ્વનું ઉન્નતિજીવન થયા કરે છે તે તે ધર્મને દેશકાલ ભેદે આચરવાની જરૂર છે. જે ધર્મ સ્વકીદાર વર્તુલને સંકેલી સંકીર્ણ લઘુ વર્તુલના રૂપમાં પરિણમે છે તે ધર્મમાંથી અનેક પ્રકારનાં પ્રગતિકારક શુભ તત્ત્વોને નાશ થાય છે. ધર્મના નામે વિશ્વવતિમનુષ્યની સમૂહકરતા સંરક્ષી શકાય છે તેજ ધર્મની યદિસંકુચિત દષ્ટિ થાય છે તે સમૂહીભૂત થએલી અનેક શક્તિની પૃથક કરણતા થતી જાય છે અને પરિણામે તે ધર્મનું વિશ્વમાં નામાવશેષ રહે છે. જે ધર્મનાં તત્ત્વ, સત્ય અને વિશ્વવ્યાપક સેવાધર્મથી રચાચલાં છે તે ધર્મ, ખરેખર મનુષ્યનું કલ્યાણ કરવા સમર્થ થાય છે. જે ધર્મ ખરેખર સાયન્સ વિદ્યાની સામે પિતાને બચાવ કરીને વિશ્વવતિસાક્ષરોના હૃદયમાં વ્યાપે છે તેને સંપૂર્ણ વિશ્વમાં પ્રચાર થાય છે. જેનાથી વિશ્વવતિસર્વજીપર ઉપકાર થાય છે તે ધર્મને વિશ્વમાં સર્વત્ર સર્વથા સર્વદા પ્રચાર થાય છે. જે મનુષ્ય સ્વાધિકારે ઓંન્નતિકારક ધર્મને આચરે છે તે અન્ય પ્રકારની પ્રગતિને પ્રાપ્ત કરી છેવટે પરમાત્મપદને પ્રાપ્ત કરે છે. આત્માની શુદ્ધતાપર ધર્મને પાયે રચાયેલું છે, જે મનુષ્ય મન વાણી અને કાયાથી આત્માના ગુણેને પરિપૂર્ણ પ્રકાશ થાય એવાં ધર્મ કૃત્યને કરે છે તે પરમા ત્માની સાથે સ્વાત્માની એકતા કરીને સિદ્ધબુદ્ધ પરમાત્મારૂપ બને છે. આત્મા સત્તાએ અજ અવિનાશી અખંડ, નિર્મલ, ચિદાનન્દ, શુદ્ધ, બુદ્ધ, ત્રિગુણાતીત, જ્ઞાનદર્શનચારિત્રરૂપ, અનાદિ અનન્ત, અનન્ત ધર્મરૂપ અને અરૂપી છે. આત્માને સ્વભાવ તેજ આત્માને ધર્મ છે. આત્માને ધર્મ પ્રાપ્ત કરવાને જે જે નિમિત્તે કારણે, ધર્મરૂપ ગણાય છે તે બાહ્ય ધર્મ જાણો. ધર્મનાં નિમિત્ત કારણેના અનેક ભેદ હોવાથી
For Private And Personal Use Only