________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને સાક્ષીપણું અન્તમાં ખાસ રાખવાનું છે. કુમારપાળરાજાએ હાથીની અંબાવપર ષડાવશ્યક કિયાને કરીને બાહ્ય ક્ષાત્રકર્મની ફરજને અદા કરી હતી. સ્વાધિકાર ફરજ અદા કરતાં શરીર વગેરેના મમત્વને ત્યાગ કર જોઈએ. જે જે અંગે શરીર મમત્વ અને કાર્યમમત્વને ત્યાગ થતા જાય છે, અને સ્વફરજને અદા કરવામાં લાકિકકર્મપ્રવૃત્તિ થયા કરે છે તે તે અંશે અન્તમાં ત્યાગ નિત્સંગ અને નિરભાવ વૃદ્ધિ પામતે જાય છે. અમુક કાર્યને અમુક લોકિક પ્રજનથી કરવાનું છે અને તેથી અમુક જાતની લોકિક જીવન પ્રગતિ થવાની છે અને તે કર્મ કરવાની બાહ્યથી મારી પર ફરજ આવી પડેલી છે તે બજાવવીજ જોઈએ એમ અનુભવ કરીને લૈકિકકર્તવ્યકર્મોમાં પ્રવર્તતાં અન્તથી નિર્લેપ રહેવું જોઈએ. આથિકાદિ સ્થિતિ સુધારવા, શારીરિકકાદિ સ્થિતિ સુધારવા, આજીવિકાદિના જે જે હેતુઓ હોય તેમાં પ્રવૃત્ત થવા મારા અધિકારની ફરજ પ્રમાણે મારે નિરહંવૃત્તિથી પ્રવર્તવું જોઈએ, પરંતુ તેથી મારે સ્વફરજ બજાવતાં કઈ જાતની બાહ્ય વ્યવહાર પ્રમાણે ખામી ન રાખવી જોઈએ. બાહ્ય લોકિક આવશ્યકે જે જે કર્મોની પ્રવૃત્તિ કરવાની છે તે યદિ બાહ્યસ્વાધિકાર પ્રમાણે ન કરવામાં આવે તે એક તે સ્વાધિકાર ફરજથી ભ્રષ્ટ થવાય, આત્મશકિતમાં મન્દતા આવે, આત્મજ્ઞાનપર તેથી લેકેની અરૂચિ પ્રગટે; અને ધર્મસત્તાને નાશ થાય તથા બાહ્ય આવશ્યક લેકિકકર્મોની પ્રવૃત્તિના અભાવે જે જે વસ્તુઓની અગવડતા ટળે તેના ગે ચિન્તા શેક, મોહ અને પરની આશામાં દાસત્વ વેઠવાને પ્રસંગ આવે. યાવતું ગૃહાવાસમાં રહેવાનું થાય તાવતું લૈકિક આવશ્યક કર્તવ્ય કાર્યોને ન કરવામાં આવે છે તેથી સ્વફરજથી ભ્રષ્ટ થતાં અન્ય લેકેને પિતાના વ્યાવહારિક પ્રામાણ્ય કર્તવ્ય કર્મને વિશ્વાસ ન આવે અને તેથી લકેપર પ્રામાણ્ય વર્તનની છાપ ન પડે. આ પ્રમાણે અનેક પ્રકારના દેષે ઉત્પન્ન થવાથી યાવત્ ગુહાવસ્થામાં સ્થિતિ થાય તાવત ગૃહાવાસના ઉચિત વિવેકે કર્તવ્ય કર્મોને સ્વાધિકારે બનાવવાની જરૂર છે. મારે આત્મા નિષ્કિય નિરાકાર છે, બાહ્ય કડવસ્તુઓ આત્માની કેઈ કાલે થઈ નથી, થતી નથી; અને ભવિષ્યમાં થવાની નથી તેથી બાહ્ય વસ્તુઓની અહંતા
For Private And Personal Use Only