________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૭ અવધે છે અને સત્વગુણી મનુષ્ય સાત્વિકકર્મોને કર્મ તરીકે અવધે છે. તથા ઉત્સર્ગ અપવાદ માર્ગથી લાકિક તથા લોકેન્સર વ્યવહારમાં નાનાત્વ-ભિન્નત્વ આદિપણ મનુષ્યને હેય છે. જે ગુણી, તમે ગુણી અને સર્વગુણી મનુષ્ય સ્વરકૃત્યાદિયુક્તકર્મથી ભિન્ન કર્મને પરસ્પર અનિષ્ટ તરીકે અવબોધે છે. આવી વૃત્તિભેદે માન્યતા લૌકિક વ્યવહારમાં સર્વત્ર અવલકાય છે. અનાદિકાલથી રજોવૃત્તિ, તમેવૃત્તિ અને સત્ત્વવૃત્તિની પ્રવૃત્તિ પ્રવર્યા કરે છે અને અનન્તકાલ પર્યન્ત વિશ્વમાં પ્રવર્તશે. ધામિક કર્મના પણ રજસ્તમ અને સત્વબુદ્ધયા ત્રણ ભેદ પડે છે તથા રાજસાદિકવડે પણ ત્રણ ભેદ અવધવા. રજોગુણ અને તમે ગુણની વૃત્તિને હેય તરીકે સત્વગુણવૃત્તિથી અવબોધવી. રજોગુણ અને તમે ગુણી કર્મો, એ ક્ષત્રિયોદ્ધાઓ સમાન છે અને સાત્વિક ગુણકર્મ તે બ્રાહ્મશુસમાન છે. બ્રાહ્મણની સંરક્ષાથે યથા ક્ષત્રિય દ્ધાઓની આવશ્યકતા છે તદ્વત્ સત્વગુણકર્મનું તમોગુણ કર્મથી સંરક્ષણ થાય છે. સત્વગુણુબુદ્ધિ અને કર્મે એ ક્ષેત્ર સમાન છે અને અને તમે ગુણ કર્મ એ વાડના સમાન લેખાય છે. યુદ્ધકર્મદિયુક્ત તમે ગુણ મનુષ્ય વિના સત્વગુણી મનુષ્યનું સંરક્ષણ થઈ શકતું નથી. વિશ્વમાં પ્રાયઃ એવો નિયમ પ્રવદાય છે કે રજોગુણ અને તમોગુણી મનુષ્ય બાહ્ય સામ્રાજ્યમાં રાજ્ય કરવા સમર્થ થઈ શકે છે અને સત્વગુણી મનુષ્ય પ્રાયઃ રજોગુણી અને તમે ગુણ મનુષ્યથી સંરક્ષી શકાય છે. બાહ્ય વિશ્વના ધર્મ સામ્રાજ્યમાં એકલા સત્વગુણી આદિ મનુનું આધિપત્ય હોઈ શકે છે. બાહ્ય સમષ્ટિમાં રજોગુણને બ્રહ્મા કહેવામાં આવે છે તમગુણને મહાદેવ કહેવામાં આવે છે અને સત્વગુણને વિષ્ણુ તરીકે કથવામાં આવે છે. કોઈ પણ ધર્મના આરાધક મનુ રજોગુણાદિભેદે ત્રિધા હોય છે. એકેન્દ્રિયાદિ સર્વમાં રજોગુણી આદિ ત્રણ પ્રકારના જ હોય છે. રજોગુણની તમે ગુણની અને સત્વગુણની પ્રવૃત્તિ સ્વાધિકારે સર્વ જીવોને હોય છે. રજોગુણી અને તમે ગુણી મનુષ્યની લિકિકેન્નતિ વિશ્વમાં સત્વગુણવિના નભી શકતી નથી. રજોગુણી અને તમે ગુણી મનુષ્ય કોઈ પણ દેશમાં કઈ પણ કાલમાં
For Private And Personal Use Only