________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬
સક્રિય છતાં અન્તરથી અક્રિયપણે પ્રવર્તે છે. કાર્યોમાં ઈષ્ટાનિષ્ઠત્વ ફક્ત લૌકિક વ્યવહારદષ્ટિએ ઈષ્ટાનિષ્ટ પરિણામદિગે રૂઢ થએલું છે. આત્મજ્ઞાનીઓ ઈનિષ્ટની કલ્પનાથી રહિત થઈ ઈષ્ટનિષ્ટ ગણાતાં બાહ્યકર્મમાં આદેયહેયભાવે વર્તે છે તેથી તેઓ આકાશની પેઠે અન્તરથી નિર્લેપ રહી કર્મયોગીના ઉચ્ચપદને પ્રાપ્ત કરી શકે છે. સાત્વિકકર્મ, રાજસિકકર્મ અને તામસકર્મ એમ લાકિકકર્મના ત્રણ પ્રકારે ભેદ પડે છે. સાત્વિબુદ્ધિને માટે જે એગ્ય હાય વા સત્ત્વગુણ જેનાથી વધે અથવા સત્વગુણ બુદ્ધિવડે જે જે કર્મ કરાય છે તેને સાત્વિકકર્મ જાણવાં. જેનાથી રજોગુણની વૃદ્ધિ થાય છે વા જે કર્મ રજોગુણની બુદ્ધિથી કરાતાં હોય તેઓને રાજસિકકર્મ જાણવાં. જેનાથી તમે ગુણની વૃદ્ધિ થાય વા જે તમગુણવૃત્તિથી કર્મ કરાય છે તેને તામસિકકર્મ અવબોધવાં. રજોગુણ બુદ્ધિધારક મનુષ્ય લાકિક રજોગુણકર્મમાં મુખ્યતાઓ પ્રવર્તે છે. તમગુણ બુદ્ધિધારક મનુષ્ય તમે ગુણ પ્રવૃત્તિમાં મુખ્યતાએ પ્રવર્તે છે અને સાત્વિકબુદ્ધિધારક મનુ સાત્વિકગુણયુક્ત લકિકકમામાં મુખ્યતાઓ પ્રવર્તે છે. રજોગુણ બુદ્ધિધારક મનુષ્ય સ્વયેગ્ય ઈષ્ટ તરીકે રજોગુણકર્મોને માને છે. તમે ગુણબુદ્ધિધારકમનુષ્ય મુખ્યતાએ સ્વયેગ્ય ઈષ્ટ તરીકે તમે ગુણ વિશિષ્ટકર્મને માને છે અને તમે ગુણી કર્મમાં પ્રવૃત્તિ કરે છે. સત્વગુણુબુદ્ધિધારક મનુષ્ય મુખ્યતાએ સ્વયેગ્ય સત્વગુણવિશિષ્ટ કર્મને માની તેમાં પ્રવૃત્તિ કરે છે. રજોગુણું મનુષ્યોને રજોગુણ પ્રવૃત્તિમાં રજોગુણ વૃત્તિને રસ પડે છે. તમે ગુણ મનુષ્યને તમે ગુણ પ્રવૃત્તિયેગ્ય તમે ગુણ વૃત્તિને રસ પડે છે અને સત્ત્વગુણિ મનુષ્યોને સવગુણવિશિષ્ટ પ્રવૃત્તિમાં રસ પડે છે. રજોગુણ, તમે ગુણ અને સત્વગુણની વૃત્તિથી વ્યાપક જીવલેક છે. લેકિકકર્મમાં પ્રાયઃ છની રજોગુણ, તમગુણ અને સત્વગુણયુક્ત વૃત્તિથી પ્રવૃત્તિ થયા કરે છે. રજોગુણ મનુષ્ય રજોગુણ સંપાદકર્મફલ પ્રાપ્ત કરી શકે છે. તમે ગુણ મનુષ્ય તમગુણ સંપાઘલૌકિકકર્મફલને પ્રાપ્ત કરી શકે છે અને સત્ત્વગુણી મનુષ્ય સર્વગુણ સંપાદ્યકર્મફલને સંપ્રાપ્ત કરી શકે છે. રજોગુણી મનુષ્ય રાજસિકકર્મને કર્તવ્ય તરીકે અવબોધે છે. તમે ગુણે મનુષ્ય તામસિકર્મીને સ્વણકર્મ તરીકે
For Private And Personal Use Only